________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
(અષ્ટપાહુડ
તેથી અબંધ જેવા જ છે. આ પ્રમાણે આઠય કર્મબંધના અભાવની અપેક્ષાએ ભાવમોક્ષ કહેવાય
અને ઉપમારહિત ગુણોથી આરૂઢ છે–સહિત છે.-આ પ્રકારના ગુણો છદ્મસ્થ અવસ્થામાં કયાય પણ છે નહીં. તેથી જેનામાં ઉપમા રહિત ગુણો છે એવા “અરિહંત” હોય છે.
ભાવાર્થ:- કેવળ નામ માત્ર જ અરિહંત હોય તેને “અરિહંત' કહેતા નથી. આવા પ્રકારના ગુણો સહિત હોય તેને નામ “અરિહંત' કહે છે. ૨૯
હવે ફરી કહે છે -
जरवाहिजम्ममरणं चउगइगमणं च पुण्णपावं च। हंतूण दोसकम्मे हुउ णाणमयं च अरहंतो।।३०।।
जराव्याधिजन्म मरणं चतुर्गतिगमनं पुण्यपापं च। हत्वा दोषकर्माणि भूतः ज्ञानमयश्वार्हन्।।३०।। જે પુણ્ય-પા૫, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણને વળી દોષકર્મ હણી થયા જ્ઞાનાત્મ, તે અહંત છે. ૩૦.
અર્થ:- જરા-વૃદ્ધાવસ્થા, વ્યાધિ-રોગ, જન્મ, મરણ, ચાર ગતિઓમાં ભ્રમણ, પુષ્ય, પાપાદિ દોષોને ઉત્પન્ન કરવાવાળા કર્મો, તેમનો નાશ કરીને કેવળજ્ઞાનમયી “અરિહંત' થયા હોય તે “અરિહંત' છે.
ભાવાર્થ:- પહેલાની ગાથામાં તો ગુણોના સદ્દભાવથી “અરિહંત-નામ’ કહ્યું. અને આ ગાથામાં દોષોના અભાવથી “અરિહંત-નામ” કહ્યું. રાગ, દ્વેષ, મદ, મોહ, અરતિ, ચિંતા, ભય, નિદ્રા. વિષાદ, ખેદ અને વિસ્મય–આ અગિયાર દોષ તો ઘાતિકર્મના ઉદયથી થાય છે, અને ક્ષુધા તૃષા, જન્મ, જરા, મરણ, રોગ અને સ્વદ-એ સાત દોષ અઘાતિ કર્મોના ઉદયથી થાય છે.
આ ગાથામાં જરા, રોગ, જન્મ, મરણ અને ચાર ગતિઓમાં ભ્રમણનો અભાવ કહેવાથી તો અઘાતિકર્મથી થયેલ દોષોનો અભાવ જાણવો. કેમકે અઘાતિકર્મમાં આ દોષોને કરવાવાળી પાપ પ્રકૃતિઓના ઉદયનો અરિહંતને અભાવ છે. અને રાગ-દ્વેષાદિક દોષોનો ઘાતિકર્મના ક્ષયથી અભાવ છે.
પ્રશ્ન:- અરિહંતને મરણનો અને પુણ્યનો અભાવ કહ્યો પણ મોક્ષ ગમન થવું એ “મરણ” અરહંતને છે અને પુણ્ય પ્રકૃતિઓનો ઉદય જોવામાં આવે છે, તો તેમનો અભાવ કેવી રીતે છે?
સમાધાન:- અહીં, મરણ થઈને ફરી સંસારમાં જન્મ થાય એ પ્રકારના મરણની અપેક્ષાએ કથન છે. આ પ્રકારનું મરણ અરિહંતને નથી. તેવી રીતે જે પુણ્યપ્રકૃતિનો ઉદય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com