________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૫
છે તે શ્રેષ્ઠ ભાવરૂપ “શસ્ત્ર' થી જન્મ અર્થાત્ સંસારરૂપી વેલનાં મૂળ જે મિથ્યાત્વ આદિ કર્મ, તેનો નાશ કરી નાખે છે (ખોદી નાખે છે)
ભાવાર્થ - પોતાની શ્રદ્ધા-રુચિ-પ્રતીતિથી જે જિનેશ્વરદેવને નમસ્કાર કરે છે–તેમના સત્યાર્થ સ્વરૂપ સર્વજ્ઞ વીતરાગીપણાને જાણીને ભક્તિના અનુરાગથી નમસ્કાર કરે છે ત્યારે જણાય છે કે આ સમ્યગ્દર્શન પ્રાપ્તિનું ચિહ્ન છે. તેથી માલુમ પડે છે કે એમના મિથ્યાત્વનો નાશ થઈ ગયો. હવે આગામી સંસારની વૃદ્ધિ તેમને થશે નહિ–આ પ્રકારે જણાવ્યું છે. ૧૫૩
હવે કહે છે કે જે જિન સમ્યકત્વ પ્રાપ્ત પુરુષ છે તે તો આગામી કર્મથી લેપાતા નથી:
जह सलिलेण ण लिप्पइ कमलिणिपत्तं सहावपयडीए। तह भावेण ण लिप्पइ कसायविसएहिं सप्पुरिसो।। १५४ ।।
यथा सलिलेन न लिप्यते कमलिनीपत्रं स्वभावप्रकृत्या। तथा भावेन न लिप्यते कषायविषयैः सत्पुरुषः।। १५४ ।।
જ્યમ કમલિનીના પત્રને નહિ સલિલલેપ સ્વભાવથી, ત્યમ સત્પરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪
અર્થ - જેમ કમળના પાન પોતાના સ્વભાવથી જ જલથી લપાતા નથી તેવી રીતે સમ્યગ્દષ્ટિ સન્દુરુષ પોતાના ભાવથી જ ક્રોધાદિક કષાય અને ઇન્દ્રિયોના વિષયોથી લિસ થતા નથી.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ પુરુષને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો તો સર્વથા અભાવ છે જ અને અન્ય કષાયોનો પણ યથા સંભવ અભાવ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવથી એવો ભાવ થાય છે કે જે પરદ્રવ્યમાત્રની કર્તુત્વબુદ્ધિ તો નથી, પરંતુ શેષ કષાયોના ઉદયથી કાંઈક રાગ-દ્વેષ થાય છે તેને કર્મના ઉદયના નિમિત્તથી થયેલ જાણે છે. તેથી તેમાં પણ કર્તુત્વબુદ્ધિ નથી, તો પણ તે ભાવોને રોગ સમાન થયેલ જાણીને તેને સારા સમજતા નથી. આ પ્રકારે પોતાના ભાવોથી જ કષાય-વિષયોમાં પ્રીતિ-બુદ્ધિ નથી. માટે તેનાથી લિપ્ત થતા નથી, જલકમલવત્ નિર્લેપ રહે છે. આથી તેમને આગામી કર્મનો બંધ થતો નથી, સંસારની વૃદ્ધિ થતી નથી એવો આશય છે. ૧૫૪
હવે આચાર્ય કહે છે કે જે પૂર્વોક્ત ભાવ સહિત સમ્યગ્દષ્ટિ સન્દુરુષ છે તે જ સકલ શીલ-સંયમાદિ ગુણોથી સંયુક્ત છે, બીજા નથી:
૧ સલિલ = પાણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com