________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨)
(અષ્ટપાહુડી
અર્થ:- જે જિનવરેન્દ્ર અર્થાત્ તીર્થંકરદેવના લિંગ-નગ્ન દિગંબરરૂપને ગ્રહણ કરી લિંગીપણાના ભાવનો ઉપહાસ કરે છે હાસ્ય માત્ર સમજે છે તે લિંગી અર્થાત્ વેપી જેની બુદ્ધિ પાપથી મોહિત છે તે નારદ જેવો છે. આ ગાથાના ચોથા પદનું પાઠાતર આવું છે. ‘તિમાં Mારિ ત્રિાને ' આનો અર્થ - આ લિંગી અન્ય જે કોઈ લિંગોના ધારક છે તેના લિંગોને પણ નષ્ટ કરે છે, અને બધા જ લિંગી આવા હોય છે એમ જિનલિંગને જ લજાવે છે માટે જિનેન્દ્ર લિંગને લજાવવું તે યોગ્ય નથી.
ભાવાર્થ - લિંગધારી થઈને પણ પાપબુદ્ધિથી કંઈક કુક્રિયા કરે ત્યારે લિંગીપણાને હાંસીમાત્ર સમજે છે, કંઈ કાર્યકારી સમજતા નથી. લિંગીપણું તો ભાવશુદ્ધિથી શોભા પામે છે. જ્યારે ભાવ બગડે ત્યારે બાહ્ય ક્રિયા કરવા લાગી જાય તે વખતે તેણે લિંગને લજાવ્યું અને અન્ય લિંગીઓના લિંગને પણ કલંક લગાડયું. લોકો કહેવા લાગે કે લિંગી આવા જ હોય છે અથવા જેવો નારદનો વેષ છે તેમાં તે પોતાની ઇચ્છાનુસાર સ્વચ્છેદે પ્રવર્તે છે તેવી જ રીતે આ વેષી ઠર્યા. તેથી આચાર્ય એવા આશયથી કહ્યું છે કે જિનેન્દ્રના નિગ્રંથ વેષને લજાવવો યોગ્ય નથી. ૩
હવે લિંગ ધારણ કરીને કુક્રિયા કરે તેને પ્રગટ કહે છે:
णच्चदि गायदि तावं वायं वाएदि लिंगरुवेण। सो पावमोहिद मदी तिरिक्ख जोणी ण सो समणो।।४।।
नृत्यति गायति तावत् वाद्यं वादयति लिंगरुपेण। सः पापमोहितमतिः तिर्यग्योनिः न सः श्रमणः।। ४ ।।
જે લિંગ ધારી નૃત્ય, ગાયન, વાધવાદનને કરે, તે પાપમોહિત બુદ્ધિ છે તિર્યંગ્યોનિ, ન શ્રમણ છે. ૪
અર્થ:- જે લિંગ ધારણ કરીને, મુનિનો વેષ ધારણ કરીને નૃત્ય કરે છે, ગાય છે, વાજિંત્ર વગાડે છે તે પાપથી મોહિત બુદ્ધિવાળો છે, તિર્યંચ યોનિ છે, પશુ છે, તે શ્રમણ નથી.
ભાવાર્થ - લિંગ ધારણ કરીને ભાવ બગાડીને નાચવું, ગાવું, વાજિંત્ર વગાડવું ઇત્યાદિ ક્રિયાઓ કરે છે તે પાપબુદ્ધિઓ છે, પશુ છે, અજ્ઞાની છે, મનુષ્ય નથી, મનુષ્ય હોય તો સાધુપણું રાખે. જેમ નારદ વેષધારી નાચે છે, ગાય છે, વગાડે છે તેવી જ રીતે આ પણ વેષી થયોને ઉત્તમ વેષને લજાવ્યો. તેથી લિંગ ધારણ કરીને આવું થવું યોગ્ય નથી. ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com