________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧/૧
ભાવાર્થ- ધનુષધારી ધનુષના અભ્યાસથી રહિત અને “વેધક' જે બાણ તેનાથી રહિત હોય તો નિશાનને પામી શકતો નથી. તેવી જ રીતે “જ્ઞાન” રહિત અજ્ઞાની મોક્ષમાર્ગનું નિશાન જે પરમાત્માનું સ્વરૂપ છે તેને ઓળખે નહિ તો મોક્ષમાર્ગની સિદ્ધિ થતી નથી. તેથી “જ્ઞાન” ને જાણવું જોઈએ. પરમાત્મારૂપ નિશાન “જ્ઞાન” રૂપ બાણ દ્વારા સાધવું યોગ્ય છે. ૨૧
હવે કહે છે કે આ પ્રકારે જ્ઞાન-વિનય સંયુક્ત પુરુષ હોય તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે -
णाणं पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो। णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स।।२२।।
ज्ञानं पुरुषस्य भवति लभते सुपुरुषोऽपि विनयसंयुक्तः। ज्ञानेन लभते लक्ष्यं लक्षयन् मोक्षमार्गस्य।। २२।।
રે! જ્ઞાન નરને થાય છે; તે, સુજન તેમ વિનીતને; તે જ્ઞાનથી કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને. ૨૨
અર્થ:- “જ્ઞાન” પુરુષને થાય છે અને જે પુરુષ વિનય સંયુક્ત હોય તે જ “જ્ઞાન” ને પ્રાપ્ત કરે છે. જ્યારે તે જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે જ્ઞાન દ્વારા જ મોક્ષમાર્ગનું લક્ષ્ય જે પરમાત્માનું સ્વરૂપ છે તેને લક્ષતો-દેખતો-ધ્યાન કરતો થકો પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ - “જ્ઞાન” પુરુષને થાય છે અને પુરુષ વિનયવાન હોય તો “જ્ઞાન” ને પ્રાપ્ત કરે છે. તે “જ્ઞાન” દ્વારા જ શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. માટે વિશેષ જ્ઞાનીઓના વિનય દ્વારા “જ્ઞાન” ની પ્રાપ્તિ કરવી. કેમકે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. અહીં, જે વિનય રહિત હોય, યથાર્થ સૂત્રપદથી ડગી ગયો હોય-ભ્રષ્ટ થઈ ગયો હોય તેનો નિષેધ જાણવો. ૨૨
હવે આને દઢ કરે છે:
मइधणुहं जस्स थिरं सुदगुण बाणा सुअस्थि रयणत्तं। परमत्थ बद्धलक्खो णवि चुक्कदि मोक्खमग्गस्स।।२३।।
मतिधनुर्यस्य स्थिरं श्रुतं गुणः बाणाः सुसंति रत्नत्रयं । परमार्थबद्धलक्ष्यः नापि स्खलति मोक्षमार्गस्य।।२३।।
મતિ ચા૫ થિર, શ્રુત દોરી, જેને રત્નત્રય શુભ બાણ છે, પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગે નવ ચૂકે. ૨૩
૧ ચાપ = ધનુષ્ય. ૨ શુભ = સારૂં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com