________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXX
પ્રાપ્ત કરી લે છે, પરંતુ ક્રોધાદિ ઉત્પન્ન થવાને કારણે તેની તે રિદ્ધિઓ સ્વ-પરનાં વિનાશનું કારણ બને છે જેમ બાહુ અને દીપાયન મુનિ.
ભાવશુદ્ધિ વિના અગ્યાર અંગનું જ્ઞાન પણ નકામું છે; કિંતુ જો શાસ્ત્રોનું જ્ઞાન ન હોય અને ભાવોની વિશુદ્ધતા હોય તો આત્માનો અનુભવ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. જેમકે શિવભુતિ મુનિ.
ઉપરના ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે ભાવરહિત નગ્નત્વ અકાર્યકારી છે. ભાવસહિત દ્રવ્યલિંગમાં જ કર્મપ્રકૃતિના સમૂહનો નાશ થાય છે. હું ઘર મુનિ! આ પ્રકારે જાણીને તારે આત્માની જ ભાવના કરવી જોઈએ.
જે મુનિ શરીરાદિ પરિગ્રહ અને માનકષાયથી રહિત થઈને આત્મામાં લીન થાય છે તે ભાવલિંગી છે. ભાવલિંગી મુનિ વિચાર કરે છે કે હું પરદ્રવ્ય અને પરભાવોથી તો મમત્વ છોડું છું. મારો સ્વભાવ મમત્વરહિત છે આથી હું બીજા બધાં આલંબનોને છોડીને આત્માનું અવલંબન લઉં છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર, યોગ-આ બધા ભાવો અનેક હોવા છતાં પણ એક આત્મામાં જ છે. સંજ્ઞા, સંખ્યાદિના ભેદથી જ તેને જુદા જુદા કહેવામાં આવે છે. હું તો જ્ઞાન-દર્શન સ્વરૂપ શાશ્વત આત્મા જ છું; બાકીના બધા સંયોગી પદાર્થ પરદ્રવ્ય છે, મારાથી ભિન્ન છે. આથી હે આત્મન ! તું જો ચાર ગતિથી છૂટીને શાશ્વત સુખ મેળવવા ઇચ્છતો હોય તો ભાવોથી શુદ્ધ થઈને અતિનિર્મળ આત્માનું ચિંતન કર. જે જીવ આવું કરે છે, તે નિર્વાણને પ્રાપ્ત થાય છે.
જીવ અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ઠ સંસ્થાન અને ચેતના ગુણવાળો છે. ચૈતન્યમયી જ્ઞાન સ્વભાવી જીવની ભાવના કર્મક્ષયનું કારણ હોય છે.
ભાવનો મહિમા બતાવતાં આચાર્ય કહે છે કે શ્રાવકપણું અને મુનિપણાના કારણરૂપ ભાવ જ છે. ભાવસહિત દ્રવ્યલિંગથી જ કર્મોનો નાશ થાય છે. જો નગ્નત્વથી જ કાર્ય સિદ્ધિ થતી હોય તો નારકી, પશુ વિગેરે બધાં જીવસમુહને નગ્નત્વના કારણથી મુક્તિ થવી જોઈએ, પરંતુ તેવું બનતું નથી, ઉર્દુ તેઓ મહાદુખી જ છે. આથી આ સ્પષ્ટ છે કે ભાવરહિત નગ્નત્વથી દુખોની પ્રાપ્તિ થાય છે, સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે.
બાહ્યમાં નગ્નમુનિ ચાડીખોર, હાસ્ય, ભાષા આદિ કાર્યોમાં મલિન થઈને સ્વયં અપયશને પ્રાપ્ત થાય છે, તેમજ વ્યવહાર ધર્મની પણ હાંસી ઉડાવે છે; આથી આંતરીક ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને જ નિગ્રંથ બાહ્યલિંગ ગ્રહણ કરવું જોઈએ.
ભાવરહિત દ્રવ્યલિંગની નિરર્થકતા બતાવતાં આચાર્ય કહે છે કે જે મુનિમાં ધર્મનો વાસ નથી, ઉર્દુ દોષોનો નિવાસ છે, તે તો ઈસુફળની સમાન છે, તેમાં ન તો મુક્તિ રૂપી ફળ લાગે છે અને ન રત્નત્રયરૂપ શ્રદ્ધાદિક ગુણ પણ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કર્યું, તેઓ તો નગ્ન હોવા છતાં નાચવાવાળા ભવૈયાની સમાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com