________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
(અષ્ટપાહુડી
મુનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે, નર-અમર-વિધાધર તણા સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે. ૧૦૮
અર્થ - જે મુનિપ્રવર (મુનિઓમાં શ્રેષ્ઠ-પ્રધાન) ક્રોધના અભાવરૂપ ક્ષમાથી યુક્ત છે તે મુનિ સમસ્ત પાપોનો ક્ષય કરે છે અને વિધાધર દેવ, મનુષ્યો દ્વારા પ્રશંસા કરવા યોગ્ય નિશ્ચયથી હોય છે.
ભાવાર્થ:- ક્ષમા ગુણ મુખ્ય પ્રધાન છે. તેથી બધાની સ્તુતિ પામવા યોગ્ય પુરુષ થાય છે. જે મુનિ છે તેમને ઉત્તમ ક્ષમા હોય છે. તેઓ તો સર્વ મનુષ્ય દેવ, વિધાધરોના સ્તુતિપાત્ર હોય જ છે અને તેમનાં સર્વ પાપોનો ક્ષય થાય જ છે. માટે ક્ષમા કરવી યોગ્ય છે એવો ઉપદેશ છે. ક્રોધી બધાની નિંદાને પાત્ર થાય છે, તેથી ક્રોધને છોડવો ઉત્તમ છે. ૧૦૮
હવે આવા ક્ષમાગુણને જાણીને ક્ષમા કરવી અને ક્રોધ છોડવો એમ કહે છે:
इय णाऊण खमागुण खमेहि तिविहेण सयल जीवाणं। चिरसंचियकोहसिहिं वरखमसलिलेण सिंचेह।। १०९।।
इति ज्ञात्वा क्षमागुण! क्षमस्व त्रिविधेन सकलजीवान्। चिरसंचित क्रोध शिखिनं वर क्षमासलिलेन सिंच।। १०९ ।।
તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને ત્રણ વિધે; ઉત્તમ ક્ષમા જળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯
અર્થ:- હે ક્ષમાગુણ મુને ! (જેને ક્ષમાગુણ છે એવા મુનિને સંબોધન છે.) ઈતિ અર્થાત્ પહેલાં જણાવ્યા પ્રમાણે ક્ષમાગુણને જાણ અને સર્વ જીવો પર મન-વચન-કાયથી ક્ષમા કર તથા ઘણા કાળથી સંચિત ક્રોધરૂપી અગ્નિને ક્ષમારૂપી જળથી સીંચ અર્થાત્ શમન કર.
ભાવાર્થ - ક્રોધરૂપી અગ્નિ પુરુષના સારા ગુણોને બાળનારી છે, અને પરજીવોનો ઘાત કરવાવાળી છે, તેથી તેને ક્ષમારૂપી જળથી બુઝાવો. અન્ય પ્રકારથી એ અગ્નિ બુઝાતી નથી અને ક્ષમાગુણ સર્વ ગુણોમાં મુખ્ય છે. માટે આ ઉપદેશ છે કે ક્રોધને છોડીને ક્ષમા ગ્રહણ કરવી. ૧૦૯
હવે દીક્ષાકાળ આદિની ભાવનાનો ઉપદેશ કરે છે:
૧ પરિમંડિત ક્ષમાથી = ક્ષમાથી સર્વતઃ શોભિત. ર ત્રણવિધે = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com