________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨O૧
दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो। उत्तम बोहिणिमित्तं असारसाराणि मुणिऊण।। ११० ।।
दीक्षाकालादिकं भावय अविकारदर्शनविशुद्धः। उत्तमबोधिनिमित्तं असारसाराणि ज्ञात्वा।। ११० ।।
સુવિશુદ્ધદર્શનધરપણે વરબોધિ કેરા હેતુએ ચિંતવ તું દીક્ષાકાળ-આદિક, જાણી સાર-અસારને. ૧૧૦
અર્થ:- હે મુને ! તું સંસારને અસાર જાણીને ઉત્તમ બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિના નિમિત્તે અવિકાર અર્થાત્ દોષ રહિત નિર્મળ સમ્યગ્દર્શન સહિત થઈને દીક્ષાકાળ આદિકની ભાવના ભાવ !
ભાવાર્થ - દીક્ષા લે છે ત્યારે સંસાર અને (શરીર) ભોગને (મુખ્યતાથી) અસાર જાણીને અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેવી જ રીતે તેના આદિ શબ્દથી રોગોત્પત્તિ, મરણકાળાદિક જાણવા. તે સમયમાં જેવા ભાવ થાય છે તેવા ભાવથી સંસારને અસાર જાણીને વિશુદ્ધ સમ્યગ્દર્શન સહિત થઈને ઉત્તમ બોધિ-જેનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે માટે દીક્ષાકાળાદિકની નિરંતર ભાવના કરવી યોગ્ય છે એવો ઉપદેશ છે. ૧૧૦
(નિરંતર સ્મરણમાં રાખવું-શું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિના હેતુએ હે મુનિ! દીક્ષા સમયની અપૂર્વ ઉત્સાહમય તીવ્ર વિરક્ત દશાને કોઈ રોગોત્પત્તિના સમયની ઉગ્ર જ્ઞાનવૈરાગ્ય સંપત્તિને કોઈ દુઃખના અવસર પર જાગેલી ઉદાસીનતાની ભાવનાને, કોઈ ઉપદેશ તથા તત્ત્વવિચારના ધન્ય અવસરે જાગેલી પવિત્ર અંતઃભાવનાને સ્મરણમાં રાખજે નિરંતર સ્વસમ્મુખ જ્ઞાતાપણાની ધીરજ અર્થે સ્મરણમાં રાખજે, ભૂલીશ નહીં.) (આ ગાથાનો વિશેષ ભાવાર્થ છે.).
હવે ભાવલિંગ શુદ્ધ કરીને દ્રવ્યલિંગ સેવનનો ઉપદેશ કરે છે:
सेवहि चउविहलिंगं अब्भंतरलिंगसुद्धिमावण्णो। बाहिरलिंगमकज्जं होइ फुडं भावरहियाणं ।। १११ ।।
सेवस्य चतुर्विधलिंगं अभ्यंतरलिंगशुद्धिमापन्नः। बाह्यलिंगमकार्यं भवति स्फुटं भावरहितानाम्।। १११ ।।
૧ વરબોધિ કેરા હેતુએ = ઉત્તમ બોધિનિમિત્તે; ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અર્થે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com