________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ )
XXVI
જે પ્રકારે ગુણવગરનાને વંદના ઉચિત નથી તે જ પ્રકારે ગુણવાનોની પણ ઉપેક્ષા કરવી તે અનુચિત છે. આથી જે વ્યક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન મુનિરાજોને પણ ઈર્ષાભાવથી વંદન કરતા નથી તે પણ સમ્યગ્દષ્ટિ ધર્માત્મા નથી.
અરે ભાઈ ! જે શકય હો, કરો; જે શકય ન હો, ન કરો; પરંતુ શ્રદ્ધા તો કરવી જ જોઈએ કેમકે કેવળી ભગવાને શ્રદ્ધાને જ સમ્યગ્દર્શન કહ્યું છે. આ સમ્યગ્દર્શન રત્નત્રયનો સાર છે મોક્ષમહેલની પ્રથમ સીડી છે. આ સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક હોય છે.
આ પ્રકારે સંપૂર્ણ દર્શનપાહુડ સમ્યકત્વના મહિમાથી જ ભરપુર છે. આ પાહુડમાં આવેલ નીચેની પંક્તિઓ ધ્યાન દેવા યોગ્ય છે.
૧) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ૨) સમ્યગ્દર્શનથી રહિત વ્યક્તિ વંદન કરવાને યોગ્ય નથી. ૩) જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તેમને મોક્ષ પણ મળતો નથી. ૪) સમ્યગ્દર્શન મોક્ષ મહેલની પ્રથમ સીડી છે. ૫) જે શકય હોય તે કરો, જે શકય ન હોય, ન કરો. પરંતુ શ્રદ્ધા તો કરો જ.
૨) સુત્ર પાહુડ
સત્યાવીશ ગાથાઓનો સમાવેશ આ પાહુડમાં અહંતો દ્વારા કહેલા, ગણધર દેવો દ્વારા સંગ્રહાયેલ, વીતરાગી નગ્ન દિગમ્બર સંતોની પરંપરાથી સમાગત, સુવ્યવસ્થિત જિનાગમને સુત્ર કહીને સાધુઓને તેમાં બતાવેલ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે; કેમકે જે પ્રકારે સુત્ર (દોરા) સહિત સોઈ ખોવાઈ જતી નથી તે જ પ્રકારે સુત્રો (આગમ)ના આધાર પર ચાલવાવાળા સાધુઓ ભ્રમિત થતાં નથી, ભટકતાં નથી.
સુત્રમાં કહેલ જીવાદિ તત્વાર્થો અને તે સંબંધી હેય ઉપાદેય સંબંધી જ્ઞાન ને શ્રદ્ધા જ સમ્યગ્દર્શન છે. આ જ કારણ છે કે સુત્ર અનુસાર ચાલવાવાળા મુનિઓ કર્મોનો નાશ કરે છે. સુત્ર અનુશાસનથી ભ્રષ્ટ સાધુ સંઘપતિ હો, સિંહવૃત્તિવાળો હો, હરિહર સમાન પણ કેમ ન હો તો પણ તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરતાં નથી. સંસારમાં જ ભટકતા રહે છે. આથી સાધુઓએ સૂત્ર અનુસાર જ પ્રવર્તન કરવું જોઈએ.
જિનસુત્રોમાં ત્રણ લિંગ (વેષ) બતાવ્યો છે. તેમાં સર્વશ્રેષ્ઠ નગ્ન દિગમ્બર સાધુઓનો વેષ છે. બીજો ઉત્કૃષ્ટ શ્રાવકોનો વેષ છે અને ત્રીજો આર્થિકાઓનો વેષ છે. આ સિવાય બીજો કોઈ વેષ નથી, કે જે ધર્મની દષ્ટિએ પૂજ્ય હોય!
સાધુના લિંગ (વેષ)ને સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com