________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
(અષ્ટપાહુડ
શુદ્ધ સુખોમાં અનુરક્ત છે, પરદ્રવ્યોથી પરામુખ છે, વૈરાગ્યભાવ થતાં જ પરદ્રવ્યનો ત્યાગ કરી તેનાથી ઉદાસીન થાય છે, સંસાર સંબંધી ઇન્દ્રિયોના વિષયોનું સુખ-દુઃખરૂપ જાણી તેનાથી વિરક્ત થાય છે, પોતાના આત્મિક શુદ્ધ નિરાકુળ શાંતસ્વભાવરૂપ જ્ઞાનાનંદમાં અનુરક્ત છે, લીન છે તેને વારંવાર એવી જ ભાવના રહે છે.
જેના આત્મપ્રદેશરૂપ અંગ ગુણોના ગુણથી વિભૂષિત છે, જેણે મૂળગુણ-ઉત્તરગુણોથી આત્માને અલંકૃત-શોભાયમાન ર્યો છે, જેને હેય ઉપાદેય તત્ત્વોનો નિશ્ચય થઈ ગયો છે-નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે અને અન્ય પદ્રવ્યોના નિમિત્તથી થયેલ પોતાના વિકારભાવ-એ બધું ય છે-આવો જેને નિશ્ચય હોય તે સાધુ થઈ આત્મસ્વભાવની સાધનામાં સારી રીતે તત્પર હોય, ધર્મ-શુકલ ધ્યાન અને અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન કરી જ્ઞાનની ભાવનામાં તત્પર હોય-સારી રીતે રત હોય, એવા સાધુ ઉત્તમ સ્થાન જે લોકશિખર પર સિદ્ધક્ષેત્ર તથા મિથ્યાત્વાદિ ચૌદ ગુણસ્થાનોથી દૂર શુદ્ધસ્વભાવરૂપ મોક્ષ-સ્થાનને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- એવા સાધુ ઉત્તમ સ્થાન જે મોક્ષ છે તેની પ્રાપ્તિ કરે છે. અર્થાત જે સાધુ વૈરાગ્યમાં તત્પર થઈ પહેલાં સંસાર-દેહ-ભોગોથી વિરક્ત થઈને મુનિ થઈ ને તે જ ભાવનાયુક્ત હોય, તથા પરદ્રવ્યોથી પરાફમુખ હોય. જેવો વૈરાગ્ય થયો તેવો જ પરદ્રવ્યનો ત્યાગ કરી તેનાથી પરામુખ રહે, સંસારસંબંધી ઇન્દ્રિયવિષયોમાં સુખાભાસ લાગે છે તેનાથી વિરક્ત હોઈ પોતાના આત્મિક શુદ્ધ અર્થાત્ કષાયોના ક્ષોભથી રહિત નિરાકુળ શાંતભાવરૂપ જ્ઞાનાનંદમાં અનુરક્ત-લીન થઈ વારંવાર તેની જ ભાવના રહે. ૧૦૧-૧૦૨.
હવે આચાર્ય કહે છે કે સર્વથી ઉત્તમ પદાર્થ શુદ્ધ આત્મા છે તે આ દેહમાં જ વસી રહ્યો છે તેને જાણો -
णविएहिं जं णविज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं। थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह।। १०३ ।।
नतैः यत् नम्यते ध्यायते ध्यातैः अनवरतम्। स्तूयमानैः स्तूयते देहस्थं किमपि तत् जानीत।।१०३।।
પ્રણમે પ્રણત જન, ‘ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્વ તનસ્થ તે, જે ‘સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩
અર્થ:- હે ભવ્ય જીવો! તમે આ દેહમાં સ્થિત એવો કોણ છે શું છે, તેને જાણો.
૧ પ્રણતજન = બીજાઓ વડે જેમને પ્રણમવામાં આવે છે તે જનો. ૨ ધ્યાતજન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો. ૩ તનસ્થ = દેહસ્થ; શરીરમાં રહેલ. ૪ સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com