________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૯
અર્થ:- જે કોઈ કારણે પરદ્રવ્યમાં રાગ છે તે સંસારનું જ કારણ છે. માટે યોગીશ્વર મુનિ નિત્ય આત્મામાં જ ભાવના કરે છે.
ભાવાર્થ:- કોઈ એવી આશંકા કરે છે કે-પરદ્રવ્યમાં રાગ કરવાથી શું થાય છે? પરદ્રવ્ય છે તે પર જ છે. પોતાનો રાગ જે સમયે થયો તે કાળે છે, પછી મટી જાય છે. તેને ઉપદેશ આમ આપ્યો છે કે-પરદ્રવ્યથી રાગ કરવાથી પરદ્રવ્ય પોતાની સાથે લાગી જાય છે એ પ્રસિદ્ધ છે અને પોતાના રાગના સંસ્કાર દઢ થાય છે ત્યારે પરલોક સુધી પણ સાથે ચાલ્યા આવે છે. આ તો યુક્તિસિદ્ધ છે. અને જિનાગમમાં રાગથી કર્મબંધ કહ્યો છે. તેનો ઉદય અન્ય જન્મનું કારણ છે. આ પ્રકારે પરદ્રવ્યમાં રાગથી સંસાર થાય છે. તેથી યોગીશ્વરમુનિ પરદ્રવ્યથી રાગ છોડીને આત્મામાં નિરતર ભાવના રાખે છે. ૭૧
હવે કહે છે કે આવા સમભાવથી ચારિત્ર થાય છે -
जिंदाए य पसंसाए दुक्खे य सुहएसु य। सत्तुणं चेव बंधूणं चारित्तं समभावदो।।७२।।
निंदायां च प्रशंसायां दु:खे च सुखेषु च। शत्रूणां चैव बंधूनां चारित्रं समभावतः।।७२।।
નિંદા-પ્રશંસાને વિષે, દુ:ખો તથા સૌખ્યો વિષે, શત્રુ તથા મિત્રો વિષે 'સમતાથી ચારિત હોય છે. ૭૨
અર્થ:- નિંદા-પ્રશંસામાં, દુઃખ-સુખમાં અને શત્રુ-બંધુ-મિત્રમાં સમભાવ-જે સમતા પરિણામ-રાગદ્વેષ રહિત ભાવે થાય-તે ચારિત્ર છે.
ભાવાર્થ - ચારિત્ર આત્માનો સ્વભાવ છે. કર્મના નિમિત્તે પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થાય છે. તે ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિના અભાવથી જ્ઞાનમાં જ ઉપયોગ સ્થિર રહે તેને શુદ્ધોપયોગ કહે છે, તે જ ચારિત્ર છે. તેથી નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, શત્રુ-મિત્રમાં સમભાવ બુદ્ધિ રહે છે. નિંદા-પ્રશંસાદિના દ્વિધાભાવ મોહકર્મના ઉદયનું પરિણામ છે. તેના અભાવથી શુદ્ધ-ઉપયોગરૂપ ચારિત્ર છે. ૭ર
હવે કહે છે કે કેટલાય મુર્ખ એવું કહે છે કે અત્યારે પંચમ કાળ છે તેથી આત્મધ્યાનનો કાળ નથી, તેનો નિષેધ કરે છે –
૧ સમતા = સમભાવ; સામ્ય પરિણામ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com