________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: પ્રકાશકીય નિવેદન :
શ્રી કુંદકુંદાચાર્ય ભગવાનના પાંચ પરમાગમોમાં એક જ પરમાગમ એવું છે જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ આજસુધી કોઈએ કર્યો ન હતો.
જ્યારે મુ. શ્રી તારાચંદભાઈ ૨વાણીએ અમોને એનો ગુજરાતી અનુવાદ બતાવ્યો અને અમે તે અનુવાદની ચકાસણી યોગ્ય અભ્યાસી વ્યક્તિઓ પાસે કરાવી એટલે તુરતજ તે છપાવવાનું ટ્રસ્ટ તરફથી નક્કી કર્યું.
હિંદી ભાષામાં અનુવાદ તો થયેલ છે જ. પં. ડૉ. હુકમચંદજી ભારિલ્લની હિંદી અષ્ટપાહુડની પ્રસ્તાવનાનો શ્રી તારાચંદભાઈએ પંડિતજીની અનુમતીથી ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. પોતાની ૮૫ વર્ષની જૈફ ઉંમરે તેઓએ કેટલા ખંતથી આ કામ કર્યું છે તે જ
તેમની રુચિ કયાં કામ કરે છે તે બતાવે છે. પોતે છેલ્લાં ૧૬ વર્ષથી અમેરિકા રહે છે અને ત્યાં બેઠા આવું સુંદર કામ કરી રહ્યા છે જે અનુકરણિય છે.
અષ્ટપાહુડ આચાર્યશ્રીનું એક એવું ઉત્તમ શાસ્ત્ર છે જેને આપણે ચરણાનુયોગનું શાસ્ત્ર પણ કહી શકાય-મુનીરાજ કેવા હોય? મુની કોને કહેવાય? મુનીપણામાં તે ભૂમિકા સંબંધની ભૂલને કારણે કેવા ગંભીર પરિણામ ભોગવવા પડે! એ વાંચતા અને પરિણામનો વિચાર કરતાં રૂંવાડા ઉભા થઈ જાય, વળી આજના સાધુવર્ગનો તે સંબંધી વિચાર કરતાં મન ઉર્ધ્વગ્ન થઈ
જાય.
પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ ‘અષ્ટપાહુડ' ગુજરાતીમાં છપાવી ધન્યતા અનુભવે છે. આ પહેલા દિવાળી ૫૨ ‘‘સમયસાર એક અનુશીલન'' ગુજરાતીમાં પ્રસિદ્ધ કરેલ.
હાલમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો C.D. (Compact Disc) ૫૨ ઉતારવાની પ્રવૃતિ ચાલે છે. લોકોમાં તત્ત્વની રુચિ દિન પ્રતિદિન વધતી રહે તેવી પ્રવૃતિ કરતા રહેવી એ જ ટ્રસ્ટની નીતિ રહી છે.
પ્રસ્તુત શાસ્ત્રના અનુવાદ માટે શ્રી તારાચંદભાઈ રવાણી તથા ટાઈપસેટીંગ માટે શ્રી રાજુ તથા સમીર પારેખ-ક્રીએટીવ પેજ સેટર્સ તથા મુદ્રણ માટે અખિલ બંસલનો આ ટ્રસ્ટ આભારી છે તથા પ્રસ્તુત પુસ્તકની કિંમત ઓછી કરવા માટે પ્રકાશન ખાતે દાન આપનાર દાતાઓનો અમો આભાર વ્યક્ત કરીએ છીએ.
કહાનનગર, લામ રોડ, દેવલાલી
ટ્રસ્ટ,
પ્રધાન કાર્યાલય:
૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ–૨
લી. પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક
ટ્રસ્ટીગણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com