________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
४७
આગમ-અધ્યાત્મશાસ્ત્રમાં વિશેષરૂપથી વર્ણન હોય તેને સૂક્ષ્મદષ્ટિથી જાણવું. જિનમત અનેકાન્ત સ્વરૂપ સ્યાદ્વાદ છે અને નયોના આશ્રયે કથન છે. નયોના પરસ્પર વિરોધને સ્યાદ્વાદ દૂર કરે છે. આના વિરોધનું તથા અવિરોધનું સ્વરૂપ સારી રીતે જાણવું. યથાર્થ તો ગુઆમ્નાયથી જ હોય છે. પરંતુ ગુરુનું નિમિત્ત આ કાળમાં વિરલ થઈ ગયું છે. એટલે પોતાના જ્ઞાનનું બળ ચાલે ત્યાં સુધી વિશેષરૂપથી સમજતા જ રહેવું. થોડું જ્ઞાન પામીને ઉદ્ધત ન થવું. વર્તમાન કાળમાં અલ્પજ્ઞાની બહુ છે તેથી તેમની પાસેથી કંઈક અભ્યાસ કરીને તેમનામાં મહંત બનીને ઉદ્ધત થઈ જવાથી મદ આવી જાય છે. ત્યારે જ્ઞાન થાકી જાય છે અને વિશેષ સમજવાની અભિલાષા રહેતી નથી. ત્યારે વિપરીત થઈને યા-તલ્લા-મનમાન્યું કહેવા લાગી જાય છે. તેથી અન્ય જીવોનું શ્રદ્ધાન વિપરીત થઈ જાય છે, ત્યારે પોતાને અપરાધનો પ્રસંગ આવે છે. માટે શાસ્ત્રને સમુદ્ર જાણીને અલ્પજ્ઞરૂપ જ પોતાનો ભાવ રાખવો. જેથી વિશેષ સમજવાની અભિલાષા બની રહે. તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
અલ્પજ્ઞાનીઓ વચ્ચે બેસીને મહંત બુદ્ધિ રાખે ત્યારે પોતે પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ નાશ પામે છે. આ પ્રકારે જાણીને નિશ્ચયવ્યવહારરૂપ આગમની કથનપદ્ધતિને સમજી તેનું શ્રદ્ધાન કરીને યથાશક્તિ આચરણ કરવું. આ કાળમાં ગુરુ સંપ્રદાય વિના મહંત બનવું નહિ. જિનઆજ્ઞાનો લોપ કરવો નહિ. કોઈ કહે છે અમે તો પરીક્ષા કરીને જિનમતને માનીશું તેઓ બકવાસ કરે છે. સ્વલ્પબુદ્ધિવાળાનું જ્ઞાન પરીક્ષા કરવા માટે યોગ્ય નથી. આજ્ઞાને પ્રધાન રાખીને બને તેટલી પરીક્ષા કરવામાં દોષ નથી. કેવળ પરીક્ષાને જ પ્રધાન રાખવામાં જિનમતથી ટ્યુત થઈ જવાય તો મોટો દોષ આવે. માટે જેને પોતાના હિત-અહિત ઉપર દષ્ટિ છે તેઓ તો આ પ્રકારે જાણો. અને જેને અલ્પજ્ઞાનીઓમાં મહંત બની જઈ પોતાનું માન, લાભ, બડાઈ, વિષયકષાય પુષ્ટ કરવા હોય તેની વાત નથી. તેઓ તો જે રીતે પોતાના વિષય-કષાય પુષ્ટ થશે તેવું જ કરશે. તેઓને મોક્ષમાર્ગનો ઉપદેશ લાગતો નથી. વિપરીત બુદ્ધિને ઉપદેશ શેનો? આ પ્રમાણે જાણવું જોઈએ. ૬
હવે કહે છે કે જે સૂત્રના અર્થ-પદથી ભ્રષ્ટ છે તેને મિથ્યાદષ્ટિ જાણવોઃ
सुत्तत्थपयविणट्ठो मिच्छादिट्ठी हु सो मुणेयव्यो। खेडे वि ण कायव्वं पाणिप्पत्तं सचेलस्स।।७।।
सूत्रार्थ पदविनष्ठ: मिथ्यादृष्टि: हि सः ज्ञातव्यः । खेलेऽपि न कर्तव्यं पाणिपात्रं सचेलस्य।।७।।
૧. પાનપાત્રે એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com