________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
(અષ્ટપાહુડ
(૫) ઉપગૃહન:- પોતાના આત્માની શક્તિને વધારે તે ઉપબૃહણ અંગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાના પુરુષાર્થ દ્વારા વધારે એ જ ઉપબૃહણ છે. આને ઉપગૂઠન પણ કહે છે. તેનો એવો અર્થ જાણવો જોઈએ કે જિનમાર્ગ સ્વયંસિદ્ધ છે; તેમાં બાળક કે અસમર્થ મનુષ્યના આશ્રયે જે ન્યૂનતા હોય તેને પોતાની બુદ્ધિથી ગોપવીને દૂર કરે તે ઉપગૂહુન અંગ છે. ૫
(૬) સ્થિતિકરણઃ- જે ધર્મથી પડી જાય તેને દઢ કરવો તે સ્થિતિકરણ અંગ છે. સ્વયે કર્મોના ઉદયને વશ થઈ કદાચિત્ શ્રદ્ધાથી તથા ક્રિયા-આચારથી ટ્યુત થાય તો પોતાને પુરુષાર્થપૂર્વક ફરી શ્રદ્ધામાં દઢ કરે, તે જ પ્રકારે અન્ય કોઈ ધર્માત્મા ધર્મથી ટ્યુત થતો હોય તો તેને ઉપદેશાદિક વડે ધર્મમાં સ્થાપિત કરે-તે સ્થિતિકરણ અંગ છે.
(૭) વાત્સલ્ય- અરિહંત, સિદ્ધ, તેમની પ્રતિમા, ચૈત્યાલય, ચતુર્વિધ સંઘ અને શાસ્ત્રમાં દાસ્તવ હોય-જેમ શેઠનો નોકર દાસ હોય છે તેમ તે વાત્સલ્ય અંગ છે. ધર્મના સ્થાનકો પર ઉપસર્ગાદિ આવે તો તેમને પોતાની શક્તિ અનુસાર દૂર કરે, પોતાની શક્તિને છુપાવે નહિ:- આ બધું ધર્મમાં અતિ પ્રેમ હોય ત્યારે બને છે. ૭
(૮) પ્રભાવના:- ધર્મનો ઉદ્યોત-પ્રકાશ કરવો તે પ્રભાવના અંગ છે. રત્નત્રય વડે પોતાના આત્માનો ઉદ્યોત કરવો તથા દાન, તપ, પૂજા-વિધાન દ્વારા તેમ જ વિધા, અતિશયચમત્કારાદિ વડે જિનધર્મનો ઉધોત કરવો તે પ્રભાવના અંગ છે. ૮
આ પ્રકારે આ સમ્યકત્વના આઠ અંગ છે; જેને આ આઠ અંગ પ્રગટ હોય તેને સમ્યકત્વ છે એમ જાણવું જોઈએ.
પ્રશ્ન- જો આ સમ્યકત્વના ચિહ્નો મિથ્યાદષ્ટિમાં પણ જોવામાં આવે તો સમ્યક્રમિથ્યાનો ભેદ કેવી રીતે પાડવો?
સમાધાનઃ- જેવા સમ્યગ્દષ્ટિના ચિહ્નો હોય છે તેવા મિથ્યાત્વીને તો કદાપિ હોતા નથી. છતાં પણ અપરીક્ષકને સમાન જણાતા હોય તો પરીક્ષા કરીને ભેદ જાણી શકાય છે. પરીક્ષામાં પોતાનો સ્વાનુભવ મુખ્ય છે. સર્વજ્ઞના આગમમાં જેવો આત્માનો
હોવાનું કહ્યું છે તેવો પોતાને અનુભવ થયો હોય તો તેનાથી પોતાની વાણી-કાયાની પ્રવૃત્તિ પણ તદનુસાર થાય છે. તે પ્રવૃત્તિ અનુસાર અન્યની પણ વાણી-કાયાની પ્રવૃત્તિ ઓળખાય છે; આ પ્રકારે પરીક્ષા કરવાથી વિભાગ થાય છે. તથા આ વ્યવહાર માર્ગ છે. આથી વ્યવહારી છદ્મસ્થ જીવોને પોતાના જ્ઞાન અનુસાર પ્રવૃત્તિ હોય છે; યથાર્થ તો સર્વજ્ઞદેવ જાણે છે. વ્યવહારીને સર્વજ્ઞદેવે વ્યવહારનો જ આશ્રય બતાવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com