________________
૩e
સેવવી એમ ઉપદેશ આપ્યો હતો. જૈન શાસ્ત્રોના આધારે શ્રી નેમિનાથ ભગવાન પરમાત્મા હતા અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા. શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ નેમિનાથનાં અનેક વ્યાખ્યાને સાભળ્યા હતા તેથી શ્રી કૃષ્ણને બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન થયું હતું અને શ્રી કૃષ્ણ અજુનને આત્મજ્ઞાનને બંધ રણગણમા આવે તો (મહાભારતના ભાગવનના અને વિષ્ણુપુરાણુના શ્રી કૃષ્ણ અને જૈન શાસ્ત્રોના શ્રી કૃષ્ણમાં કાળદે આચારભેટે છેદ છે. પુરાણીઓના શ્રી કૃષ્ણ દ્વાપરમાં થયા છે અને જેના કૃષ્ણ તે તે પૂર્વે થયા છે તેથી પાચ હજાર વર્ષ અને રાશી હજાર વર્ષને ભેદ-અંતર રહે છે જેને મા પાડવચરિત્ર છે તેમજ વસુદેવ હિડી નામને નેવું હજાર ક લગભગ ગ્રન્થ છે તેમાં શ્રી કૃષ્ણ વગેરે યાદના રચરિત્રે છે તેનું મનન કરવાથી શ્રી કૃષ્ણ સંબંધી ખરો ખ્યાલ આવી શકે તેમ છે ગમે તેમ હોય પણ પાછળથી અનેક મત પડ્યા હોય પરંતુ શ્રી નેમિનાથને ભક્ત શ્રી કૃષ્ણ અતરાત્માએ ધબ્ધ પ્રવૃત્તિમાં ગૃહાવાસમાં ભાગ લીધો હતો ) તેમણે શ્રી નેમિનાથના ઉપદેશપૂર્વક ત્યાગમાગની ધમ્ય પ્રવૃત્તિની પુષ્ટિ કરી હતી. અનેક ચક્રવતિએ અને વાસુદેવેએ ધર્મ પ્રવૃત્તિ સેવી હતી. આર્યવેદના ભાગ તરીકે આચારદિનકર વગેરે પ્રાચીન શાસ્ત્રો છે તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકના વર્ણ-કમ–ધમ વગેરેની પ્રવૃત્તિની સિદ્ધિ કરેલી દેવામા આવે છે. શ્રી આત્મારામજી મહારાજે ઉર્ષે શ્રી વિજ્યાનંદસૂરિએ તત્વનિર્ણયપ્રાસાદ ગ્રન્થમા ચાર વર્ણોના કર્મ ધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારનું વર્ણન કર્યું છે. જૈનનિગમમાં અર્થાત જૈનવેમાં તત્વજ્ઞાનની સાથે ધર્મકર્મ પ્રવૃત્તિની અત્યંત આવશ્યકતા વર્ણવી છે. વેદાન્તીઓમાં ભગવદ્દગીતા વગેરેમાં કર્મયોગની જે વ્યાખ્યાઓ દેખવામા આવે છે તે જેનાગોમાથી લેવામાં આવી હોય એમ દેખાય છે. વિક્રમ સંવતના પહેલા સકામા વા તેની પૂર્વે એક બે સિકા પૂર્વે ભગવદ્ગીતા બની હોય એમ અનેક ગ્રન્થના આધારથી જણાય છે તેથી તેમા જૈન શાસ્ત્રોની નિલેપ ધર્મકર્મ પ્રવૃત્તિના વિચારોને પ્રવેશ થએલે જણાય છે જેનશાસ્ત્રોના આધારે કહેવામા આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં ચાર વેદ છે તે તે જૈનધર્મની સ્થાપના થયા બાદ-પછીથી બનેલા છે. શ્રી મહાવીર સ્વામીના વખતથી છે તે પછીથી વેદતીઓમાં ઉપનિષદની રચના શરૂ થઈ તે રચના ઠેઠ અકબર બાદશાહ પછી પણ શરૂ રહેલી છે. વિક્રમ સં ત્રીજા ચોથા સૈકા પછીથી પુરાણની રચના શરૂ થઈ તે સત્તરમા સૈકા સુધી પ્રવતેલી જણાય છે. આ સબંધીની ચર્ચા બીજા પ્રસંગે કરવામા આવશે અને તે અનેક સાક્ષીઓથી સિદ્ધ કરવામા આવશે અત્ર તે જેનાગમ અને જેના આધારે ક્રિયાગનીકર્મવેગની અસત પ્રાચીનતા સિદ્ધ કરી છે શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની રચના કરી તેમણે જ્ઞાનશિયા મોક્ષ જ્ઞાન અને ક્રિયા-પ્રતિ એ બેથી મોક્ષ થાય છે એમ સિદ્ધ કર્યું છે. हय नाणं कियाहीणं, हया अन्नाणो किया, पासतो पंगुलो दट्ठो, धावमाणो अ अंधओ. ધર્મી પ્રવૃત્તિ વિનાનું જ્ઞાન હણાયેલુ છે, અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાયેલી છે. એકલી ક્રિયા અ ધસમાન છે, અને કર્મયોગ વિનાનું એકલુ જ્ઞાન પાંગળા સમાન છે કઈ નગરમાં અગ્નિ લાગે ત્યારે પાગુલ હતો તે અધના પર બેઠે અને રસ્તો દેખાડવા લાગ્ય–આધળે ચાલવા લાગ્યો તેથી બને અગ્નિથી બચી શક્યા તે પ્રમાણે જ્ઞાનપૂર્વક કામગ યાને ક્રિયાયોગથી નિરાસક્તિપણુથી કર્તવ્ય કાર્યો કરતાં સસારમાં બ ધન થતુ નથી અને જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષય કરી પરબ્રહ્મપદ યાને સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકાય એમ અનેક સ્થાને કથવામા આવ્યુ છે. અધ્યાત્મજ્ઞાનના-આત્મજ્ઞાનના ખજાના સ્વરૂપ જેનગમે છે -તેઓનુ ગુરુગમદ્વારા મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવા જોઇએ.