________________
૩૫
એમ કમશિલ્પને વિશષ લેકે માને છે હુન્નર, કલા, યંત્ર વગેરે સે જાતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં ઉપદેશ આપે. હિંદુસ્થાન કર્મભૂમિ છે તે કમં પ્રધાન છે માટે રાજયાવસ્થામાં શ્રી ઋષભદેવે શિક્ષણ આપ્યું. શ્રી કૃષભદેવે એ પ્રમાણે રાજ્યાવસ્થામાં મર્વ કર્મોનું શિક્ષણ આપી ધમંકમને પ્રચાર કર્યો તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હોવાથી મનુભગવાન ગણાય છે. શ્રી
ભદેવે છેલ્લી અવસ્થામાં દીક્ષા લેઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુંકેવલજ્ઞાન થયા બાદ શ્રી કષભદેવે સમવસરણમાં બેસી ચતુર્વિધ ધર્મની દેશના દીધી અને સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જીવન્મુક્ત શ્રી વઘભદેવ કેવલીપ્રભુએ કૃતકૃત્ય થયા છતા પ્રવૃતિલક્ષણ ધર્મની પ્રવૃત્તિ સેવી–ગામેગામ-ગે દેશ વિહાર કરીને જૈનધર્મની સ્થાપના કરી શ્રી ઋષભદેવ પછી થનાર અજિતાદિકથી તે ઘમનાથ સુધીના સર્વ તીર્થ કરેએ જ્ઞાનપૂર્વક ક્રિયાગની પ્રવૃત્તિ સેવી અને લેકેને ઉપદેશ દીધો. સોળમાં શાંતિનાથ, સત્તરમા કંથુનાથ અને
અઢારમા અરનાથ એ ત્રણ તીર્થ કરીને ચક્રવર્તીની પદવીઓ હતી તેથી તેમણે ગૃહાવાસમાં બત્રીસ હજાર દેશનું રાજ્ય કર્યું અનાર્ય રાજાઓ સાથે અનેક યુદ્ધો કરી તેઓને જીત્યા, બત્રીશ હજાર દેશના રાજાઓને ધર્મી પ્રવૃત્તિથી પિતાને તાબે કર્યા અને છેવટે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી ધર્મતીર્થની સ્થાપના કરી જૈનધર્મને પ્રચાર કરવામાં તેમણે કેવલજ્ઞાન પામીને ઉપદેશાદિથી ધર્મી પ્રવૃત્તિ સેવી શ્રી મલ્લિનાથ તીર્થ કરે એ પ્રમાણે ગૃહસ્થાવાસમા ગૃહસ્થાધિકાર પ્રમાણે ધર્મી પ્રતિ આદરી હતી અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાની બની ધર્મતીથની સ્થાપના કરી ધર્ણોદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ સેવી શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં શ્રી રામચંદ્રજી થયા, તેમણે રાવણને નાશ કર્યો. (જેન રામાયણને વાચનથી દુનિયામાં સત્યરામચરિત્રને લેકેને ખ્યાલ આવે છે.) શ્રી નમિનાથ સ્વામીએ ગૃહાવાસમાં ગૃહી ગ્ય–ધર્મપ્રવૃત્તિ સેવી હતી અને દીક્ષા લઈ કેવલી બની ધર્મ તીર્થની સ્થાપના કરી બાવીશમાં યદુવંશી શ્રી અરિષ્ટનેમિનાથ ભગવતે ધર્મતીર્થોની સ્થાપના કરી અને ભારતમાં જૈન ધર્મને પ્રચાર કર્યો, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થકર કે જે આજથી ૨૮૦૦ અાવીશ વર્ષ ઉપર હતા તેમણે ગૃહાવાસમાં શુભ પ્રવૃત્તિલક્ષણ વર્ણાદિક ધર્મને સેવ્યા હતા અને રાજ્ય કર્યા બાદ છેવટે દીક્ષા લઈ કેવલી બની ધર્મતીર્થની ઉન્નતિ કરી હતી. તીર્થ કરની પદવી છતાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે નિરાસક્તિથી રવાધિકારે અન્ય રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા.
જ્યારે શ્રી નેમિનાથના બંધુ શ્રી કૃષ્ણ વઢીઆર દેશમાં જરાસંધ ગજાની સાથે યુદ્ધ કર્યું ત્યારે કૃષ્ણ વાસુદેવના લશ્કરને જરા વ્યાપી હતી તેનું યુદ્ધમાં ચઢીને શ્રી અરિષ્ટનેમિનાથે નિવારણ કર્યું હતુ. યાદવોની સાથે યુદ્ધમાં ગૃહવાસના ક્ષત્રિધર્મ પ્રમાણે શ્રી અરિષ્ટનેમિનાથનું રણગણમાં આવવાનું થયું હતું શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિરાસક્તિથી ધર્મયુદ્ધ આહ્યું હતુ અને તેણે ચાર વેદની રચના કરી હતી. (તેમાને કેટલેક ભાગ હાલ પણ જૈન આર્યવેદ તરીકે હયાત છે.) એ ઉપરથી શ્રીકૃષ્ણના પહેલાં શ્રી ઋષભદેવ વગેરે તીર્થકરોએ કર્મવેગને કેવા વિશાલ રૂપમાં સેવ્યો હતો તેને વાચકોને સહેજે ખ્યાલ આવી શકશે શ્રી નેમિનાથ ભગવતે રાસી હજાર વર્ષ પૂર્વે પિતાની ધર્મદેશના સાભળવા આવનાર શ્રી કૃષ્ણને ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં અહેમમત્વ રહિત નિવાસક્તિપણે પ્રવૃત્તિ
૧ જે કે શ્રી અરિષ્ટનેમિ એ યુદ્ધમાં ગયા હતા, પરંતુ જરાનું નિવારણ તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી ધરણેન્દ્ર પાસેથી અઠ્ઠમ તપની આરાધનાવડે શ્રી અરિષ્ટનેમિના કથનથી પ્રાપ્ત થયા પછી તે પ્રતિમાજીના વણવડે-જરાસ પે સેન્યમાં મુકેલી જરા-ર થઈ હતી.