________________
૧૦
ભાવતીર્થ - રત્નત્રયી જાઓ કે ગમે તે અવસ્થામાં જાઓ, પણ રસ્તો તો એક જ પકડવો પડશે. બીજો સીધો રસ્તો નહીં મળે.
સભા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણમાંથી એક પ્રગટે તો ચાલે ? સાહેબજી : ના, ત્રણે જોઈએ. પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ લખ્યું કે "
સર્જનશાનચરિત્ર મોક્ષમાઃ". એટલે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણેથી એક મોક્ષમાર્ગ - ત્રણેનો સમૂહ એ જ મોક્ષમાર્ગ - છે. એકમાં મોક્ષ અપાવવાની પૂરી શક્તિ નથી. તમને એમ હોય કે એકલું સમ્યગ્દર્શન પામીને મોક્ષે જઈશ, તો હવા ખાતા બેસી રહો. ઘણા નિશ્ચયવાદીઓ કહે છે કે “ચારિત્રને બાજુ પર મૂકો, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી અમે તરી જઈશું', પણ એમ બનવાનું નથી. ત્રણમાંથી એક પણ ઓછું હોય તો ન ચાલે. અરે ! ત્રણમાંથી એક પણ અધૂરું હોય તોપણ મોક્ષ ન થાય. ત્રણે જોઈએ, અને તે પણ પૂરેપૂરાં જોઈએ. તીર્થકરોએ પણ ત્રણે પૂરેપૂરાં મેળવ્યાં ત્યારે જ તેમનો મોક્ષ થયો છે.
સભા : અન્યલિંગમાં ચારિત્ર ક્યાં છે ?
સાહેબજી : “ત્યાં પણ ભાવચારિત્ર પ્રગટી શકે. ભાવચારિત્ર વિના તો મોક્ષ ન જ થાય, પરંતુ તમને કપડાંમાં જ ચારિત્ર દેખાય છે. શાસ્ત્ર કહે છે કે માત્ર કપડાંમાં ચારિત્ર નથી, કપડાં તો ચારિત્રનું સાધન છે'. આ ઓઘો પણ ચારિત્રનું સાધન છે.
સભા : સાધ્ય સાધનથી જ પેદા થાય ને ?
સાહેબજી : ના, એવો એકાંત નથી. ઘણાને બાહ્ય સાધન વિના પણ સાધ્ય પ્રાપ્ત થાય. દા.ત. કોઈ વ્યક્તિ સ્કૂલમાં ભણી ભણીને હોશિયાર-બાહોશ બને, જ્યારે કોઈ વ્યક્તિ સ્કૂલમાં ભણ્યા વગર જ હોશિયાર-બાહોશ વેપારી નીવડે. બાહ્ય સાધન-સામગ્રી વિના વિકાસ કરનારા અને સાધન-સામગ્રીથી વિકાસ કરનારા બંને દાખલા મળે, પણ બહુધા by means (સાધન દ્વારા) જ પ્રગતિ કરનારા હોય છે; છતાં સાધનનો એકાંત આગ્રહ ન રખાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસારના આત્મનિશ્ચય અધિકારમાં કહ્યું કે
"भावलिङ्गं हि मोक्षाङ्गं द्रव्यलिङ्गमकारणम् ।
દ્રવ્ય નાન્નિવં યાત્રાણેન્સિમિધ્યતે તા૨૮/૨૮રૂા." સભા : અન્યલિંગે મોક્ષે જનારા કેટલા ટકા ?
સાહેબજીઃ અરે ! કરોડે એકની એવરેજ હોય તો પણ તેની નોંધ તો લેવી જ પડે, ઇનકાર ન કરી શકાય. અન્યલિંગે મોક્ષે જનાર કે ગૃહસ્થાદિ લિંગે મોક્ષે જનાર વ્યક્તિને તારક તત્ત્વ १. पाषण्डिगणलिङ्गेषु, गृहिलिङ्गेषु ये रताः । न ते समयसारस्य, ज्ञातारो बालबुद्धयः ।।१८१।। भावलिङ्गरता ये स्युः, सर्वसारविदो हि ते। लिङ्गस्था वा गृहस्था वा, सिध्यन्ति धूतकल्मषाः ।।१८२।।
(અધ્યાત્મસાર વિહાર-૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org