________________
ભાવતીર્થ - રત્નત્રયી
૧૫
તે જીવો એવા લઘુકર્મી હતા કે જેથી તેમના અંદરનાં આવરણ-અંધકાર ઓછાં હતાં. આપણામાં આવરણ-અંધકાર ગાઢ છે, એટલે હથોડા પડે તોપણ ભેદાતો નથી; તમારે તમારું કલ્યાણ કરવું હોય તો પણ કેમ કરવું તે તમને દેખાતું નથી, સૂઝતું નથી. અરે ! માર્ગદર્શન આપનાર હોય તોપણ મગજમાં set થતું (ગોઠવાતું) નથી. આ જ બતાવે છે કે અંદર ઘોર અંધકારનાં પડલો છે. અન્ય ધર્મમાં જે હળુકર્મી હોય તેને એટલાં ઓછાં પડેલ હોય, કે જરાક કોઈ સુંદર શાસ્ત્રવચન મળી જાય તોપણ તેનું ઉત્થાન ચાલુ થાય. તેમના શાસ્ત્રમાં પણ બોધદાયક પદો છે. તેમાંના કોઈ પદનું ચિંતન-મનન ચાલુ થાય જેનાથી અંદરનું આવરણ તૂટે, અને જેમ જેમ આવરણ તૂટે તેમ તેમ આગળનું દેખાય. તે રીતે આગળ ચાલતાં ચાલતાં આવા જીવ છેક સમતામાં પહોંચે. જેઓ રત્નત્રયી પામ્યા તે બધા તર્યા તે સમતાના પ્રભાવે; કેમ કે જૈનશાસ્ત્રો કહે છે કે શાસનમાં રહેલો જ તરે તેવો એકાંત નથી. ઊલટું એમ કહ્યું છે કે “જેને જૈનજાતિ, જૈનવેશ, પક્ષ-સંપ્રદાય વગેરેમાં એકાંત આગ્રહ છે તેઓ મૂઢ, અવિચારક, ભવભ્રમણ કરનારા છે.” માટે જૈનશાસનની બહાર રહેલો પણ અંદરથી માર્ગ પામે તો તરી જાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે,
"अन्यलिङ्गादिसिद्धानामाधारः समतैव हि ।
रत्नत्रयफलप्राप्तेर्यया स्याद्भावजैनता ।।९/२३।।" ભગવાને પોતાના અને બીજાના અનુયાયી માટે રસ્તો એક જ આપ્યો છે. વળી તે પણ તેમણે પેદા કર્યો નથી, તે universal અને eternal (વૈશ્વિક અને શાશ્વત) છે. અહીં કાટલાં બધાના માટે સમાન છે, કોઈ ભેદભાવ નથી. સાચો માર્ગ પામ્યા પછી જેટલી ગતિ કરશો તેટલા આગળ વધશો. ભગવાન કહે છે કે “મારો અનુયાયી પણ જેટલી ગતિ કરશે એટલો જ આગળ વધશે'. કદાચ અન્ય ધર્મમાં રહેલો ગતિમાં આગળ વધી ગયો તો ભગવાન એવું નહીં કહે કે “મારો અનુયાયી જલદી તરશે”. દુનિયાના કોઈ ધર્મમાં સત્યની આટલી ખેવના-આગ્રહ ૧. વત્ "મન" પરમાર્થરમાર્થ "મર્થ" નિયમહવાન "અન્યત્રપિ" નૈનપ્રચાતરવતપ્રન્ટેડપિ !
(ગુરુતત્ત્વવિનિશ્વય ૩નાસ-૪, શ્નોવા-૭૨. ટીવા) २. लिङ्गं देहाश्रितं दृष्टं, देह एवात्मनो भव। न मुच्यन्ते भवात्तस्मात्ते, ये लिङ्गकृताग्रहाः ।।८७ ।। जातिदेहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते, ते (ये??) जातिकृताग्रहाः ।।८८ ।। जातिलिङ्गविकल्पेन, येषां च समयाग्रहः । तेऽपि न प्राप्नुवन्त्येव, परमं पदमात्मनः ।।८९।।
(સમાધિશતમ્) - લિંગ દેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ; તાતે ભવ છેદે નહિ, લિંગ-પક્ષ-રત જેહ. ૭૩ જાતિ દેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ; તાતેં ભવ છેદે નહિ, જાતિ-પક્ષ-રત જેહ. ૭૪ જાતિ લિંગને પક્ષમેં, જિનકું હૈ દઢ-રાગ; મોહ-જાલમેં સો પરેં, ન લહે શિવ-સુખ ભાગ. ૭૫ લિંગ દ્રવ્ય ગુન આદરે, નિશ્ચય મુખ વ્યવહાર; બાહ્ય લિંગ હઠ નય મતિ, કરે મૂઢ અવિચાર. ૭૬
(ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સમાધિશતક)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org