________________
આત્મા અને કર્મનું ગ્રહણ થયેલું છે. અને અનન્તા વર્ષે વીતી ગયા છતાં હજુ આ ગ્રહણનો મેક્ષ (છુટકારો થયો નથી. હે મડિક! તને એમ જે શંકા છે કે આત્માને કર્મની સાથે બંધ-મેક્ષ નથી થતું. પરંતુ ના. એમ નથી. ભલે ભૂતકાળમાં અનન્તા વર્ષો વીતી ગયા છતાં પણ ભવ્યાત્મા એક દિવસ સર્વ કર્મનો ક્ષય (નાશ) કરીને સદાના માટે મોક્ષ પામી પણ જાય છે અને તે મંડિક! આજ દિવસ સુધી અનન્તા આત્માઓ મેક્ષ પામી ચૂક્યા છે. કર્મ ક્ષય (મેક્ષ) કેવી રીતે થાય છે?
મેક્ષ એટલે છૂટકારે. વિયેગ, છુટા થવું કર્મ મેક્ષ એટલે કર્મનો છુટકારે ક્યારે થાય? કેવી રીતે થાય ? અર્થાત આત્મા અને કર્મને જે સોગ થયેલ છે તેનો સદંતર સર્વથા વિયેગ કયારે થાય? કેવી રીતે થાય? અર્થાત કર્મને ક્ષય કેવી રીતે થાય?
ક્ષય એટલે નાશ. નાશ થવું, શક્ય થવું, મોક્ષ થવું, છૂટકારો થ, અથવા વિયોગ થવો. આત્માએ જે માર્ગે કર્મો બાંધ્યા છે એનાથી વિપરીત કંઈક એવી પ્રવૃત્તિ (ધર્મ) કરવી જોઈએ જેથી બંધાયેલા કર્મોનો નાશ થાય. જેમ ગુંદર લગાડીને આપણે બે કાગળને ચુંટાયા હોય અને પછી હવે જે ફરી બન્નેને છૂટા પાડવા હોય તે પાણી લગાડીને, અથવા પાણીમાં પલાળી રાખીને અથવા ઉખેડીને એમ ગમે તે પ્રયોગ કરીને પણ બન્નેને છૂટા પાડવા જોઈએ. અને હકીક્તમા બને છૂટા પડે છે. એ આપણે અનુભવ કર્યો છે. બસ, તે એવી જ રીતે કંઈક કરીને આત્મા અને કર્મને
૨૨