________________
રહે છે. આ પ્રમાણે પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ, અને મૂળભૂત દ્રવ્યત્વની અપેક્ષાએ નિત્યત્વ. એમ છે મડિક ! સર્વ વસ્તુમાત્ર એકાતે નિત્યપણે નહીં તથા એકાન્ત અનિત્ય પણે નહીં. પરંતુ નિત્યાનિત્ય છે.એ જ સત્ય પક્ષ સિદ્ધ થાય છે. અને એ જ પ્રમાણે વ્યવહાર થાય છે. આત્માને મેક્ષ ક્યારે થાય છે?
મેક્ષ = મ + ક્ષ =મહાદિ, “ક્ષ=ક્ષય. (નાશ) મેટ્રિનાં ક્ષ એક્ષ. :” | મહાદિભાવેને સર્વથા નાશ થઈ જ તેનું નામ છે મિક્ષ. એ મહાદિ શું છે ? કર્મ છે. મેહનીયકર્મ મુખ્ય છે. આઠ કર્મોમાં આ કર્મોને રાજા છે. એટલે પ્રથમ એનું નામ લીધું અને પછી આદિ શબ્દ જોડયે. આદિથી બીજા સાતે કર્મો સમજવાનાં. એટલે જ સ્પષ્ટ કહ્યું છે કે – “ઝારાક્ષ એક્ષ: ” જાન = એટલે સંપૂર્ણ, સર્વ, સર્વથા. અર્થાત સર્વથા સર્વ કર્મોને સંપૂર્ણપણે ક્ષય-નાશ થાય તે જ મોક્ષ મળે. કર્મયુક્ત આત્મા સંસારી કહેવાય અને કર્મ રહિત જીવ મુકત કહેવાય છે. આત્માને મુકત કરે અર્થાત કર્મસહિતને કર્મ રહિત કરે. બસ, એનું જ નામ મેલ.
ગ્રહણ અવસ્થામાં સૂર્યનું વિમાન જેમ રાહના વિમાનથી ગ્રસિત થાય છે તેમ આત્મા પણ કર્મથી ગ્રસિત થાય છે. કર્મથી બંધાય છે. એ જ આત્મા અને કર્મનું ગ્રહણ છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ તે સારું કારણ કે થેડી મિનિટોમાં કલાકોમાં તે છૂટી તે જાય છે. પરંતુ આત્મા અને કર્મની સાથેનું ગ્રહણ બહુ જ ખરાબ છે. અનાદિ કાળથી