________________
સર
ફાર્બસજીવનચરિત્ર છે. અમે ધારીએ છીએ કે એ કામ એમનું નહિ પણ એમને મંત્રીઓનું હશે. આ દેશના કુલીન ગૃહસ્થ કુટુંબનું સર્વસ્વ લઈ લઈ સાધારણ રંકપ્રજા જેવા કરી દેવા, એવા પંથવાળા અધિકારીઓનું પ્રબલ અહુણાનું આ દેશમાં વિશેષ છે. એ હેતુ સિદ્ધ કરવા સારૂ જ્યારે લાગ આવે છે ત્યારે તેઓ દેશીય રાજ્ય ખાઈ જાય છે, અને વતનદારોનાં વતન જપ્ત કરી લે છે. આ વિષય ઉપર ઇંગ્લંડમાં હાલ ન્યાયથી નિર્ણય થવાનું છે. અમને આશા છે કે નિષ્પક્ષપાત ન્યાય કરી ઇંગ્લેંડ પિતાની સંપાદિતા કીર્તિને પાત્ર ઠરશે.” કાર્બસની આ આશા પૂર્ણ થઈ હતી. અત્રેના લોકના લાભમાં ન્યાય થયો હતો કે કોઈનું લઈ લેવું નહિ
લકાના ઉપર અનેક પ્રકારના અન્યાય થયા તેથી જ બળવો થયો એવું સિદ્ધ કરી ફાર્બસ લખે છે કે:-“અન્યાય થાય છે એવું સમજીને જે “દેશની પ્રજા શત્રુ થઈ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહિ “(માટે અન્યાય કરવો નહિ) એવું લાર્ડ એલેરો વદે છે તે યથાર્થ અને સત્ય છે. ઈ. ઈ. ઈ.
જણાય છે. તેણે આપણા દેશમાં એવાં લાભદાયક બીજ નાંખ્યાં છે અને એવા ઉપકારે વર્ષાવ્યા છે કે તેનાં ફલ બહુ સુખદ થાય છે અને થશે. લાર્ડ કાનિંગના ગુણ વર્ણવતાં પાર આવે એવું નથી. પુસ્તકોમાં પણ સમાવેશ થવો દુર્લભ છે. અત્ર એટલું સૂચનાથે લખવાનું પ્રયોજન આટલા સારું થયું છે કે-ફાર્બસથી અજાણે મૂકાઈ ગયેલો આપ તે આરોપ જ હોખરે છેષ ન હતે-એમ સમજાય. ફાર્બસને ઠેકાણે બીજા કેઈએ એ લખ્યું હતું કે, તેને કઈ ખરું તો શાનું જ માને, પણ તેની અવજ્ઞા કરી ઉલટું તે ઉ૫ર ધિકારથી જુવે, એવા કાનિંગના શુભ ગુણ પ્રસિદ્ધ પ્રકાશે છે. “કાત્રિગનું કલ્યાણ થાઓ.” એવું કયે સુજાણ દેશીય ઈશ્વર પાસે નહિ માગતે હેય.
૧. “While we are yet writing, the post brings us the celebrated secret despatch of April 19, 1858, and close at its heels follows another with the announcement that Lord Ellenborough has resigned, and that England is the scene of a party struggle on the question of Oude, that Liberal and Conservative, Peelite and men of Manchester, have fixed their feet against each other, and that in the thickening strife—
Crests rise and stoop and rise again,
Wild and disorderly.” What are we to say to these things ? Were we nearer to the strife, the gladiator's soul which we are told dwells in
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com