Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૮
૩૩
છે. શિષ્ય શુભાશુભ કર્મના ફળરૂપ સ્વર્ગ-નરકાદિ ગતિઓના અસ્તિત્વનો જ સ્વીકાર કરે છે. તે કહે છે કે શુભ કર્મ ક૨વાથી દેવાદ ગતિ મળે છે અને અશુભ કર્મ કરવાથી નરકાદિ ગતિ મળે છે. જો જીવ શુભ કર્મો કરે તો દેવાદિ ગતિમાં તે શુભ કર્મનું ફળ ભોગવે છે અને જો તે અશુભ કર્મો કરે તો નકાદિ ગતિમાં તે અશુભ કર્મનું ફળ ભોગવે છે; પરંતુ કશે પણ કર્મરહિત દશા જણાતી નથી. તેથી સર્વ કર્મના અભાવરૂપ મોક્ષ સંભવિત નથી. કોઈ સ્થાન એવું નથી કે જ્યાં જીવને કોઈ કર્મનો સંગ ન હોય, માટે મોક્ષ નથી.
આમ, અનંત કાળથી કર્મના કરવાપણારૂપ દોષ વિદ્યમાન હોવાથી તથા કોઈ પણ સ્થળે જીવ કર્મરહિત જણાતો ન હોવાથી શિષ્યને જીવનો મોક્ષ થવો શક્ય લાગતો નથી. તેને લાગે છે કે મોક્ષ જેવી કોઈ સ્થિતિ જગતમાં અસ્તિત્વ ધરાવતી નથી. તેને સંશય થાય છે કે મોક્ષ જેવું કંઈ છે કે નહીં? તે મોક્ષ સંબંધી શંકામાં અટવાયો છે. તે વિકલ્પોની જાળમાં ફસાઈ ગયો છે. મોક્ષ છે કે નહીં એવી દ્વિધા તેના અંત૨માં નિર્માણ થઈ છે અને તે બાબતમાં તે યથાર્થ નિર્ણય કરી શકતો નથી, તેથી તે શ્રીગુરુને વિનંતી કરે છે કે ‘અનુગ્રહ કરી મારી આ શંકાને નિવૃત્ત કરો. યથાર્થ સમાધાન દ્વારા મારા સંદેહનું નિવારણ કરો.' શ્રીગુરુ હવેની ત્રણ ગાથાઓ (૮૯-૯૧) દ્વારા સચોટ સમાધાન આપી શિષ્યની શંકા દૂર કરશે. શિષ્યની વિચારધારા કઈ રીતે સત્યથી વેગળી છે, તે જે માને છે તે કઈ રીતે ઉચિત નથી તે દર્શાવી શ્રીગુરુ શિષ્યની ભ્રમણા દૂર કરશે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
-
‘શુભ કરે ફળ ભોગવે, પુણ્યતણું સુખરૂપ; અનુકૂળ ભોગ વિષય મળે, મળે વળી પદ ભૂપ. પરભવમાં પણ પુણ્યથી, દેવાદિ ગતિ માંય; દિવ્ય સુખોને અનુભવે, સુરતરુની જ્યાં છાંય. અને અઢારે પાપનાં, અસદાચરણ કઠોર; અશુભ કરે નરકાદિ ફળ, જ્યાં અનંત દુ:ખ ઘોર.
ચોવીસ દંડક ચાર ગતિ, ચોરાસી લખ માંહી; કરે કર્મફળ ભોગવે, કર્મ રહિત ન ક્યાંય.'૧
* * *
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૪૯-૩૫૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org