________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળગ, ગુમગ ને ઉદાવત રાગ
૭ર૭
તેલા ૫, લસણ તેલા ૫, કડુ તેલા ૫, લવિંગ તેલા રા, આકડાનાં ફૂલની કળી તેલા ૫ અને ગોમૂત્ર શેર ૩૦, એ સર્વ વસ્તુ ખાંડી
મૂત્રમાં મેળવી કઢાઈમાં ચૂલે ચડાવવી. નીચે ધીમે તાપ કરે અને ખડપાથી હલાવતા જવું. જ્યારે ગળ જે પાક થાય ત્યારે નીચે ઉતારી ઠંડું પડવા દેવું. પછી તેમાંથી અશ્મિબળ પ્રમાણે વધુ માં વધુ બે તોલા સુધી દિવસમાં બે વાર કુંવારના રસ સાથે આપવું. ખટાશ અને વાયડી ચીજ ખાવા દેવી નહિ. જો આ ઉપાય બરાબર ૨૧ દિવસ કરવામાં આવે, તે જૂનામાં જૂનું ગુલ્મ માટે છે. ૨૧ દિવસથી વધારે ખાવામાં હરકત નથી. - ૨, સાગનાં બીજ તેલા રા, વાંસની ગાંઠ તેલા રા, લવિંગ તેલે છે અને સંચળ તેલ ને લઈ એ સર્વને ખાંડી ઉકાળે કરી દિવસમાં એક વાર પાવાથી ગુમ મટે છે.
૧ર-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત મહાકાલચૂર્ણ -મીઠું, સંચળ અને સિંધવ એ વીશ વીશ તેલા, મરી, સંચર, બંગડીખાર, સમુદ્ર ફીણ, જવખાર, સૂઠ, સૂરોખાર, અજમે અને અકલગરો, એ સર્વ બબ્બે તલા લેવાં; પીપર, હરડેદળ, બહેડાંદળ, આમળાં, લવિંગ, જાયફળ, જાવંત્રી, ચિત્ર, હિંગ, વરિયાળી અને અજમેદ એ સર્વ એક એક તોલે લેવાં; સોનામુખી તેલા ૪, ભિલામાં નંગ ૧૫, આકડાનાં પાકાં પાન નંગ ૨૫ અને ધંતૂરાનાં પાન નંગ ૨૫, એ સર્વને વાટીને એક માટીના વાસણમાં ભરીને મુખે મુદ્રા દઈને ગજપુટ અગ્નિ આપ. સ્વાંગશીતળ થયે તેને વાટીને આદુના રસની તથા લીંબુના રસની એક એક ભાવના આપીને સૂકવીને રાખી મૂકવું. પછી અગ્નિબળ જોઈને આપવાથી યકૃત, પ્લીહા, ગુલમ પેટનું શૂળ, વગેરે રોગોને માડે છે,
For Private and Personal Use Only