________________
(૨૪) હે.... એમની દયાથી ? પૃથ્વી તે વીર પુરૂષની છે-તલવારની છે. માતા, જરી વિસ્તારથી સમજાવે એ કેમ બન્યું !” દશાનને પૂછ્યું.
“પ્રિય પુત્ર ! સાંભળ. આ વિમાનમાં બેઠેલે પરાક્રમી પુરૂષ મારી મોટી બેન કોશિકાને પુત્ર વૈશ્રવણ છે. વૈતાઢય પર્વત ઉપર રહેલા રથનુપુર રાજા ઈંદ્ર સવે વિદ્યાધરને સ્વામી છે. તેને આ મુખ્ય સુભટ છે. એ મદ્દત ઇંદ્ર રાજાએ તારા પિતામહ સુમાળીના ભાઈ માળી રાજાને મારી નાખીને રાક્ષસદ્વિપ સહીત લંકા નગરી આ વૈશ્રવણને આપી છે. ત્યારથી હે વત્સ ! લંકા નગરી મેળવવાનો અભિલાષ હદચમાં રાખીને તારા પિતા અહીયાં રહેલા છે. નીતિ છે કે માથે સમર્થ શત્રુ ગાજતે હોય તે સમયે બુદ્ધિવંત પુરૂષ કાલક્ષેપ કરીને સારા સમયની રાહ જોવી જોઈએ.” માતાએ પોતાની પૂર્વ સ્થીતિનું કાંઈક સ્મરણ પુત્રોની આગળ કહી સંભળાવ્યું ને રડવા લાગી.
“માતા? રડ નહી. એ શત્રુઓની સ્ત્રીઓને રડાવી એનાં આંસુથી હું તારા ચરણ પખાલીશ. એ નક્કી માનજે. પ્રથમ એકવાર કહે કે એ લંકાની ગાદી આપણું પરંપરામાંથી ચાલી આવે છે કે પિતાજીને જ પ્રાપ્ત થઈ હતી?” દશાનન ગર્જનાપૂર્વક બધે!
“વત્સ? પર્વે અજીતનાથ સ્વામીના સમવસરણમાં વ્યંતર નિકાયમની રાક્ષસ નિકાયના ઇદ્ર ભીમે આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com