________________
(૨૩૭) ખેંચી કાઢ્યો. ને ડાળીમાં સુવાડી ગુરૂની પાસે લાવ્યા. કમકમાટી ઉપજાવે એવી નાગાર્જુનની સ્થીતિ જેઈ ગુરૂએ પૂછયું. “વત્સ ! તારી આવી સ્થીતિ કેમ થઈ !”
પ્ર મારા સરખા અ૫ મતિવાળા શિષ્ય ઉપર કોપાયમાન ન થાઓ તે એક વાત કહું!” નાગાર્જુને બીહતાં બીહતાં કહ્યું.
બેધડક કહે! એ તે તારે શું ગુન્હો છે કે મારે ગુસ્સે થવું પડે!” સૂરીશ્વરે ધીરજ આપી.
પ્રભે ! આકાશમાર્ગે આપની પક્ષીના સરખી ઉડવાની શક્તિ જોઇને એ શક્તિ ગ્રહણ કરવા તરફ મારું મન લેભાયું. જેથી આપનું તીર્થરૂપ ચરણદક જમીન ઉપર નહીં પરઠવતાં તેનું આચમન કરી, એની સુવાસ લેવાવડે કરીને મહાકણે એમાં સમાયેલી વનસ્પતિઓ મેં શોધી કાઢી, અનુકમે એકને સાત વનસ્પતિઓ શોધી કાઢી એનો લેપ કરીને મેં ઉડવા માંડયું તેથી આ સ્થીતિને પામ્યો છું. ” નાગાર્જુને વસ્તુસ્થીતિનું ટુંક સ્વરૂપ કહી બતાવ્યું.
નાગાર્જુનની વાત સાંભળીને અને તેનું બુદ્ધિ કૌશલ્ય જોઈ પાદલિપ્તસૂરિ મનમાં આનંદ પામ્યા. અને વિચાર્યું કે
મારા સર્વે શિષ્યમાં આની બરાબરી કરે તે કોઈ પણ શિષ્ય નથી. માટે આજ શિષ્ય આકાશગામિની વિદ્યાને યોગ્ય પાત્ર છે.” એમ વિચારીને નાગાર્જુન પ્રત્યે બેલ્યા. “હે વત્સ ! તારી આવી બુદ્ધિની તીક્ષ્ણતા જોઈ હું પ્રસન્ન થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com