________________
(૩૧૮ ) કટકગણુથી ભિન્ન થઈને દિગંબર મત ચલાવ્યો. સ્ત્રી નગ્ન રહીશકે નહી માટે, સ્ત્રીને મોક્ષ નથી એવી મતલબની તેમજ બીજી કેટલીક શાસ્ત્રની વાતોને ફેરવી નાખી, પતે નવા શાસ્ત્રોની પ્રરૂપણું કરી.
એ પ્રદ્યોતનસૂરિની પાટે ૧૯મા માનદેવસૂરિ થયા એ અગીયાર અંગ વગેરે ભણીને બહુ શ્રત થયા. એમના ત્યાગ વૈરાગ્યથી સરસ્વતી અને લક્ષમી વ્યાખ્યાન સમયે બન્ને પડખે બેસતી. તે સિવાય એમના બ્રહ્મચર્યના પ્રભાવને વશ થયેલી
જ્યા, વિજ્યા, અપરાજીતા ને અજીતા એ ચાર દેવીએ એમની સેવા કરતી હતી. બાહુબલીની રાજધાની તક્ષશીલામાં મરકીને ઉપદ્રવ થવાથી એ મરકીનો ઉપદ્રવ નિવારવાને અમણે નાંદોલ નામના શહેરમાં રહીને શાંતિ “નામનું સ્તોત્ર બનાવ્યું જેનાથી મરકીને ઉપદ્રવ નાશ થયો. ત્યાર પછી ત્રીજે વર્ષે આ નગરીને તુરૂષ્ક લેકે એ નાશ કર્યો. એમનું “શાંતિ” સ્તોત્ર આજે પણ દેવસી પ્રતિક્રમણમાં બેલાય છે. એમની પાટે માનતુંગસૂરિ થયા. પ્રખ્યાત ભક્તામર સ્તોત્રના કર્તા એ સૂરિ મહાવીરની ૨૦મી પાટે થયા છે. એમણે વાણુરસીમાં મેટા ભેજરાજાને પ્રતિબાધવાને અને જૈન ધર્મનું માહાસ્ય વધારવાને ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાઓ રચીને ૪૮ બેડીઓ અને તાળાં તોડ્યા હતાં. તેમની પાટે ૨૧મા વીરસૂરિ થયા એમણે નાગપુરમાં સંવત ૩૦૦ માં નમિનાથજીની પ્રતિષ્ઠા કરી. એમની પાટે જયદેવસૂરિ થયા તે પછી ૨૬ મી પાટે સમુદ્રસૂરિ થયા.
| વિક્રમના ચોથા સૈકાની શરૂઆતમાં મલ્લવાદીસુરિ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com