Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 354
________________ (૩૩૯) એ સ્થંભન પાર્શ્વનાથ જમીનમાંથી પૃથ્વી ફાટીને પ્રગટ થયા તે પછી થેડીકવારે શાંતિ ફેલાણ તે સમયે સંઘના મુખ્ય પુરૂષ પાર્શ્વનાથની ઉત્પત્તિ સૂરિશ્વરને પૂછી કે-“ભગવદ્ ? આ પ્રતિમા ક્યારે થઈ અને ક્યાં ક્યાં પૂજાણી તેમ જ અહીયાં કેવી રીતે આવી.” એમના અને ઉત્તર સાંભળવાને સર્વે કઈ શાંત હતા. એમની શાંતિનો લાભ લઈને અભયદેવસૂરિ મંદ મંદ સ્વરે બોલ્યા. પૂર્વે આ પ્રતિમા ઉત્પન્ન થયા પછી અગીયાર લાખ વર્ષ સુધી શ્રી વરૂણદેવે પૂજી હતી. તેમની પછી સમુદ્રના કિનારે રહેલી આ પ્રતિમાને કેટલાંક વર્ષપર્યત રામ લક્ષ્મણે પુછ ત્યારપછી એંશી હજાર વર્ષ સુધી તક્ષકનાગે એની પૂજા કરી. ઘણે કાળ સોધમે પુજી તે પછી દ્વારિકામાં થએલા છેલ્લા વાસુદેવ શ્રી કૃષ્ણ એને દ્વારિકામાં લાવ્યા અને એણે પુછ. દ્વારિકાના દાહ થયા પછી એ નગરી ઉપર જ્યારે સમુદ્રનાં મેજા ફરી વળ્યાં તે સમયે પ્રતિમા પણ સમુદ્રમાં ગરક થઈ ગઈ હતી. તે કેટલેક કાળે કાંતિપુર નગરના ધનપતિ નામે શેઠના હાથમાં આવી એણે કાંતિપુરમાં પ્રાસાદ માંડીને પધરાવી. તે પછી ઢંકપુર નગરમાં નાગાન થયે. એ રસસિદ્ધિ કરવાને આ પ્રતિમાને કાંતિપુરમાંથી ઉપાડી લાવ્યે. પોતાનું કાર્ય સિદ્ધ થયું એટલે એ અહીયાં જમીનમાં ભંડારી. એને રસ Úભીત થવાથી સ્થાન નામે આ પાર્શ્વનાથ સ્વામીનું અહીયાં તીર્થ થયું. આજે અનુક્રમે શ્રી ધરણેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 1

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358