________________
( ૩૪૦ ) વચનથી એ પ્રતિમા અહીંયા છે એમ જાણીને “જ્યતિહઅણુ? કાવ્ય વડે મેં સ્તુતિ કરી તે પ્રતિમા આજે પ્રગટ થઈ.”
અભયદેવસૂરિએ વિસ્તારથી એ પ્રતિમાને પ્રભાવ કહી સંભળાવ્યું.
તે પછી સંઘે ત્યાં આગળ જ ઘણું દ્રવ્ય ખચીને એક મોટે પ્રાસાદ કરાવ્યે વળી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. મોટા મહોત્સવ પૂર્વક ભગવંતની એ મંદિરમાં પ્રતિષ્ઠા કરી. દેશપરદેશથી હજારે માણસ યાત્રાએ આવવા લાગ્યા. ને મોટા મોટા મહોત્સવ થવા લાગ્યા. ને જોત જોતામાં એ સ્થંભન પાર્શ્વનાથની ભારતમાં પ્રસિદ્ધિ થઈ ગઈ. જૈન દર્શનને માટે મહિમા વિસ્તર્યો. તે સાથે અભયદેવસૂરિનો મહિમા પણ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયે દુજને તેમને માટે જે કંઈ યદ્રા તદ્ધા બેલતા હતા તે સદંતર બંધ થઈ ગયા. બલકે એમના આવા અપૂર્વ પ્રભાવથી એમને પૂજનાર થયા.
તેમજ એ પ્રતિમાના દર્શનમાત્રથી અભયદેવસૂરિનું - શરીર દીવ્ય શરીર થઈ ગયું. એ ચાઠાં, એ દુઃખ સર્વે નાશ
પામી ગયું અને સુવર્ણ સમી એમની કાંતિ થઈ. એવી રીતે કાંતિ રૂપી લમી એમનામાં ઠરીને ઠામ પડવાથી એમની કીનિ રીસાઈને પરદેશમાં ચાલી.
૧ અધિકારી શ્રી વિજયલક્ષ્મી સૂરિએ બનાવેલા ઉપદેશ પ્રસાદના ચોથા ભાગના ૧૮માં સ્તંભના ૨૬૬ મા વ્યાખ્યાનમાં ૩૨૭ મેં માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com