________________
( ૩૩૮)
માંડયું. તરતજ “જયતિહુઅણુ” નામે સ્તોત્ર રચવા માંડયું. સર્વે સંઘ સમુદાય એક ચિત્તે તે સાંભળવા લાગ્યો.
તે સમયનો દેખાવ, એ સ્થાનક, એ સંધમાં લાભ લેનારા ભાગ્યવંત ભાવિકે એ સુરિશ્વર સર્વે અનુપમ હતાં– આકર્ષક હતાં સમય પણ પ્રાતઃકાલને આકર્ષક હતા.
અભયદેવસૂરિજીએ ત્યાં એક ચિત્ત “જ્યતિહઅણ” કાવ્યની રચના કરતાં એની ત્રીશ ગાથા કહી ગયા ત્યારપછી બીજી બે પણ કહી અને તેત્રીશમી ગાથા બોલતાંજ તરત શ્રી નાગરાજના પ્રભાવથી જમીનમાંથી પાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું અને સુરિશ્વરે આગળ કાવ્ય કરવાની પણ ઈચ્છા બંધ કરી. એ તેત્રીશમું કાવ્ય સુરિએ દેવતાના કહેવાથી ગેપવી દીધું. ત્યારપછી છેલ્લી બે ગાથા પણ ગેપવાઈ છે. આજે એની ત્રીશ ગાથા નજરે પડે છે. ભાવથી એ ત્રીશ ગાથા પ્રતિ દિવસ ગણનારા પણ પોતાની ધારણા સફળ કરી શકે છે. તેત્રીશમી ગાથા બેલતાં પાશ્વનાથનું બિંબ પ્રગટ થયું કે “જય” “જય’ શબ્દની મોટી ગજનાઓ થઈ. જેને શાસનના વિજયની મોટી ગગનભેદી ગર્જનાઓ સંભળાઈ. જેમ મેઘને જોઈને–મેરને આનંદ થાય, ચંદ્રને જોઈને ચકરી ઉલ્લાસ પામે એમ ભવ્યજને વારંવાર દર્શન કરીને પણ અતૃતપણે ભગવાનને નિરખવા લાગ્યા. કેઈ ભાવથી ગાવા લાગ્યા, કેઈ નાચવા લાગ્યા, કેઈ તેત્ર ગણવા લાગ્યા, કે
ભક્તિ કરવા લાગ્યા, કોઈ એમની આગળ ધ્યાન કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com