________________
(૩ર૭ ) રાજાઓને એણે હરાવ્યા હતા. મારવાડના રાજાએ પ્રસન્ન થઈને પોતાની બીજી લક્ષ્મીદેવી નામે કન્યા દુર્લભરાજના નાનાભાઈ નાગરાજને આપી હતી. એ નાગરાજને લક્ષ્મીદેવથી પ્રખ્યાત ભીમદેવ નામે પુત્ર થયો ને પાછળથી બાણાવ ળીને નામે જગત પ્રસિદ્ધ થયે.
હવે વનરાજને શિલગુણસૂરિને આશ્રય હોવાથી પાટણમાં એણે પોતાને પૂર્વ ઉપકાર યાદ કરીને એમનું અધિક માન સન્માન કર્યું. અને એમની મહત્તા વધારી દીધી.
એ સમયમાં શ્રી મહાવીરથી પાંત્રીસમી પાટે થયેલા શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિ હતા. તેમને મહા વિદ્વાન જીનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે શિષ્ય થયા. તે ગુરૂની આજ્ઞાથી અણહિલ્લપુરપાટણ આવીને પુરોહિતને ઘેર ઉતર્યો. ચૈત્યવાસી યતિઓને ખબર પડવાથી એમના નેકરે પુરોહિતને ઘેર આવ્યા અને એ બે સાધુઓને નગર છેડવાનો હુકમ કર્યો. જેથી પુરોહિતે રાજા આગળ કર્યાદ કરી. રાજા દુર્લભરાજ ન્યાયી હોવાથી બન્ને પક્ષની વાત સાંભળીને એ સુનિઓના ઉત્તમ ગુણેની ખાતરી કરી જેથી એમને રજા આપી નહી. ઉલટ એ જીનેશ્વરસૂરિને ભક્ત શ્રાવક થયે. એમની પાસે ધર્મશાસ્ત્રના અભ્યાસ કર્યો. એ જીનેશ્વરસૂરિને તેમની શુદ્ધ ક્રિયા, આચારવિચાર જોઈને “ખરતર” એવું બિરૂદ આપ્યું. ત્યારથી એમને પરિવાર ખરતરગચ્છના નામે ઓળખાવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com