________________
( ૩૩૨ ) રાજકન્યા મદનમંજરી તેમની પાસે આવી. તેવારે અભયદેવ મુનિએ બિભત્સ રસનું વર્ણન કરવા માંડયું. “હે રાજકન્યા? અમે તે સાધુ છીએ એક મુહૂર્ત જેટલો કાલ પણ સ્ત્રી સાથે એકાંતમાં ધર્મ સંબંધી વાત કરતા નથી. તો વાણુ વિનોદ કયાંથી જ કરીએ રાજબાળા ? એ શૃંગારનું વર્ણન કરનાર મારી ઉપર તને શું જોઈને પ્રીતિ થઈ. જે, અમે તો કઈ દિવસે દાતણ પણ કરતા નથી. સ્નાને નહી ને મેં શુદ્ધ પણ કરતા નથી, એવા અમારી ઉપર તને કેમ પ્રીતિ થઇ? અરે લખું એવું અન્ન ભિક્ષા માગીને લાવીએ છીએ એ ભિક્ષામાં મળેલા નિરસ, અને શુષ્ક આહારનું અમે ભજન કરીએ છીએ ને અમારા આ શરીરને માંડ માંડ ટકાવીએ છીએ. એવા મારી સાથે રહીને તું રાજબાળા શું સુખ પામીશ? ભિક્ષાના તુચ્છ અન્નથી પોષા ચેલું આ અમારું શરીર અસ્થિ, મલ, મૂત્ર, હાડકા, વિષ્ટા વગેરેથી ભરેલું ને દુધમય છે. એવા અમારા દુર્ગંધમય શરીરમાં તને શું સારભૂત લાગ્યું કે બાળા તું મેહ પામી છે. કુત્સિત? મનુષ્યજ એવા બિભત્સ રસની લાલચમાં લપટાય છે. આ અમારા શરીરની સારવાર બાલ્યાવસ્થામાં માતપિતાએજ કરી હશે પણ અમે તે બિલકુલ એની પરવા કરતા નથી. તે અમારા આ દુર્ગધમય શરીરનો તું રાજબાળા થઈને અભિલાષ રાખે છે એ ઘણું આશ્ચર્યજનક છે.” અભયદેવ મુનિનું બિભત્સ રસનું વર્ણન સાંભળીને રાજકન્યા મદનમંજરી વિલખી થઈને તરતજ જતી રહી. ઉપસર્ગ રહિત થઈને અભયદેવમુનિ ગુરૂ પાસે આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com