________________
( ૩૩૧ )
તા જન્મારા કેવા સફ્ળ જાય!સ્વામી કરવા તા આનેજ કરવા કે સુખમાં દિવસે તેા જાય ! માટે હું એની પાસે જઇ મારી સ્ત્રી કળાથી એ શ્રેષ્ઠ નરને માહ પમાડું !” એમ વિચારીને એ રાજકન્યા ઉપાશ્રયની બહાર બારણા પાસે આવીને અંધ ખારણાં ખડખડાવતી ખાલી. “હું શ્રૃંગારરસિક ! હું બુદ્ધિમાન ! બારણાં ઉઘાડા ! હું મદનમાંજરી રાજકન્યા તમારી ઉપર પ્રસન્ન થઈને તમારી સાથે વાર્તા વિનાદ કરવા આવી છું. એ શબ્દોમાં પ્રેમ ભર્યા હતા. વાણીમાં મીઠાશ હતી. અકાલે રાજકન્યાને ઉપાશ્રયનાં દ્વાર ખખડાવતી જોઇને સાધુએ બધા Àાલ પામી ગયા.
,,
''
ગુરૂએ રાજકન્યાને આવેલી જોઇને અભયદેવ મુનિને ઠપકા આપ્યા. “ અરે ! પ્રથમ તમને શિખામણ આપી હતી તે શુ ભુલી ગયા કે આજે વળી તમારૂં પાંડિત્ય દેખાડયું ! હવે આ રાજકન્યા તમને વરવા આવી. થ્રુ કરશેા ? તમારા ગુણથી આકર્ષાઇને સીમત પાથડાએ પહોંચાડનારી આ સીમંતિનીર આવી છે. ને વિચેાગિનીની જેમ વારંવાર તમને એલાવે છે. ’” ગુરૂમહાજની વાણી સાંભળીને અભયદેવ સુનિ મેલ્યા. “હે પૂજ્ય ? મારા વાકયથી તે જેમ આશા ભરી આવી છે તેવીજ રીતે તે આપની કૃપાથી આશા રહિત થઇને પાછી જતી રહેશે. માટે આપ જરા પણ ખેદ કરશે! નહી. ” એમ કહીને અભયદેવ મુનિએ ઉપાશ્રયનું દ્વાર ઉઘાડયું. એટલે
"
૧ પહેલી નરકના પહેલા નરકાવાસ. ૨ શ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com