________________
( ૩૦ ) વહી ગયા. એક દિવસ પ્રતિકમણ કર્યા પછી અભયદેવમુનિ અભ્યાસનું પુનરાવર્તન કરતા બેઠા હતા તે સમયે શ્રી નેમિનાથના શિષ્ય નંદિષણમુનિએ સિદ્ધાચલજી ઉપર બનાવેલ અછતશાંતિ સ્તવમાંથી “અંબરંતર વિઆરણિઆહિં, ઈત્યાદિક ચાર ગાથાનો અર્થ એક શિષ્ય અભયદેવમુનિને પૂછયે. તે સમયે અભયદેવમુનિએ એને અર્થ કરવા માંડયો. કે “અનેક પ્રકારના શુભ આભૂષણોને ધારણ કરનારી દેવ સુંદરીઓએ જેમના ચરણકમલમાં વંદના કરી છે. છતાં પણ જેનું મન રજમાત્ર #ભ પામ્યું નથી એવા અજીતનાથને હું પ્રણામ કરું છું.” આ પ્રમાણે કહીને તે દેવ સુંદરીઓનાં બીજાં જે વિશેષણે હતાં તેનું શૃંગાર રસથી વર્ણન કરવા માડયું. કે સાંભળનારની મનોવૃત્તિ તરતજ એ બુદ્ધિ કૌશત્યથી ચલાયમાન થઈ જાય.
વિધિ ઈચ્છાએ જે સમયે અભયદેવમુનિ આ શ્રૃંગારમય ભાવનાનું–દેવ બાળાઓનું વર્ણન કરતા હતા તે સમયે ઉપાશ્રયની બહાર ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી રાજકુમારીઓના સાંભળવામાં આવ્યું. તત્કાલ તે ત્યાં સ્થંભી ગઈ. આવું શૃંગારીક વર્ણન સાંભળીને એનું ચપળ મન ચલિત થયું
વાહ! શું ભાવભર્યો શૃંગાર છે. વર્ણન કરનાર કોઈ ચતુર પુરૂષ શૃંગારને રસિક જણાય છે. ઘણું ઘણું શૃંગારીક વર્ણને સાંભળ્યાં પણ આતે બસ. અપૂર્વ! આવા પુરૂષ સાથે પ્રીતિ થાય
ઇતિહાસીક નવીન પુસ્તકે વાંચવા માટે દર વરસે રૂા૩) ને ખર્ચ દરેક જેને કરવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com