________________
(૩૩૫) થયાં હતાં. આજે વિધિની મરજીથી નાગરાજે આવીને એ સર્વેનાં મન પ્રસન્ન કર્યા હતાં. તેમના વચનથી સ્થંભનપાર્શ્વનાથનાં દર્શન કરવાને સર્વેના મન આતુર હતાં.
આ પ્રસંગ એ હતો કે તેમનાં એક પંથે બે કાજ થતાં હતાં. એક તે એમની ગુરૂ ઉપરની ભકિત હતી. બીજી રીતે એ પ્રાભાવિક પ્રભુનાં પ્રથમ દર્શનને અપૂર્વ લાભ હતો. આવા ભાગ્યવંત દિવસ તે મનુષ્યને જન્મ ધરીને કવચિતજ આવે છે.–પુણ્ય સંજોગેજ એવા દિવસે પ્રાપ્ત થાય છે.
અભયદેવસૂરિએ સંઘની આગળ જ્યાં પોતાની સ્થંભનપુર જવાની ઈચ્છા પ્રગટ કરી ત્યાં તે એમના શબ્દો એક ઉપર એક જીલી લેવા લાગ્યા. ગુરૂ ભકિત માટે લાખ રૂપિયા ખચી નાખનારા પુણ્યવંત છે પણ તે જમાનામાં વિદ્યમાન હતા. અરે પૈસા તો શું બકે ગુરૂને માટે પ્રાણ પાથરનારા છે પણ એ જમાનામાં હાજર હતા.
સ્થંભનપુર જવાને મોટા પ્રમાણમાં સંઘ તૈયાર થયો. દેશ પરદેશ વાર્તા પ્રસરી ગઈ કે ભનપાશ્વનાથ પ્રગટ થવાના છે જેથી તેમનાં પહેલાં દર્શન કરવાને પરદેશથી હજારે માણસ સંઘમાં આવવા લાગ્યું. ઘણુ સાધુ સાધ્વી પણ એ સ્થંભનેશનાં દર્શન કરવાને સંઘમાં આવવા તૈયાર થયાં. મોટા પ્રમાણમાં સંઘની વ્યવસ્થા સંઘવીએ કરી ને જુદું
જુદું કામ જુદા જુદા માણસોને ભળાવી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com