________________
ને મનમાં સાંભળના રણના
(૩૨૯) સેળવર્ષની ઉમ્મરમાં તે એમની બુદ્ધિ કેશલ્યની લીલાઓ અપૂર્વ હતી. એક દિવસ અભયદેવમુનિએ પાંચમા અંગમાં વર્ણવેલી રથકંટક અને મુશલ વગેરે ચેડા મહારાજ અને કેણિક-અજાતશત્રુ વચ્ચે થયેલા સંગ્રામનું વર્ણન કરવા માંડયું. એમાં બાળ સાધુએ એવું તે વીર રસનું વર્ણન કર્યું કે ત્યાં વ્યાખ્યાનમાં આવેલા કેટલાક શસ્ત્રધારી સૈનિકો યુદ્ધ કરવાને ત્યાંજ સનિબદ્ધ-તૈયાર થઈ ગયા. તે સમયે અવસરના જાણ અભયદેવમુનિના ગુરૂએ તરતજ નાગનતુઓનું વર્ણન કરીને શાંત રસ ફેલાવી દીધું કે તે સાંભળીને એ શસ્ત્રધારી પુરૂષો શાંત થઈ ગયા. અને મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યા કે– આહા ? આપણને ધિક્કાર છે કે આ વ્યાખ્યાનના સમયમાં આપણે ઉન્મત્ત થઈ ગયા-મર્યાદાને પણ ભુલી ગયા. આ અમે ઠીક કર્યું નહી. પણ આ ગુરૂએ વર્ણન કરેલા નાગતુક શ્રાવકને ધન્ય છે કે જેણે યુદ્ધભૂમિ ઉપર પણ પિતાના આત્મધર્મની પુષ્ટિ કરી.” વ્યાખ્યાન સમય પૂરો થતાં એવી રીતે પશ્ચાતાપ કરતાં પોતાને મુકામે ગયા.
તે પછી એકાંતમાં ગુરૂએ અભયદેવને શિખામણ આપી કે હે શિષ્ય ? તારી બુદ્ધિને વિસ્તાર વાણીથી અગોચર છે. તેથી તારે સર્વે ઠેકાણે લાભાલાભ વિચારીને જ વસ્તુનું વર્ણન કરવું. ” ગુરૂનું કથન અભયદેવમુનિએ માથે ચડાવ્યું. અને - વ્યાખ્યાનમાં પ્રસંગને અનુસરીને જ વસ્તુનું વર્ણન કરવા લાગ્યા.
ત્યાર પછી કેટલાક દિવસે પાણીના પ્રવાહની માસ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com