________________
(૩૨૪) ત્યારપછી કાલે કરીને ગુજરાતમાં વલ્લભીપુરનું રાજ્ય જામ્યું. ત્યાં શિલાદિત્ય નામે પરાક્રમી રાજા થયે. વિક્રમના ચોથા સૈકામાં વલભીપુરની જાહોજલાલી અપૂર્વ હતી. સંવત ૩૭૫ માં કાકુ નામના શ્રેષ્ઠીએ શ્લેષ્ઠ લોકોને અખુટ દ્રવ્યની લાલચ આપીને એમનું લશ્કર તેડી લાવી વલભીને નાશ કરા એ વલભી ભાગ્યા છતાં ધીમે ધીમે એની ગતિ શરૂજ રહી હતી. પરંતુ ત્યાર પછી કેટલેક સમયે પંચાસરના રાજાએ પ્રસિદ્ધમાં આવ્યા.
| વિક્રમના આઠમા સૈકાની શરૂઆતમાં ચાવડાવંશને જયશિખરી રાજા ત્યાં રાજ્ય કરતા હતા લગભગ મધ્યકાલના સમયમાં એને કનેજના ભુવડ સેલંકી સાથે મોટું યુદ્ધ થયું એમાં એ રાજા મરાયે ને ગુજરાતની ગાદી સોલંકીને હાથ જવાથી પંચાસરની ત્યારથી પડતી થઈ. પરંતુ રાજાની રાણી રૂપસુંદરી ગર્ભવતી હોવાથી અનુક્રમે એણે વનમાં પુત્રનો જન્મ આપે એનું વનરાજ નામ પાડયું. વનરાજ અને એની માતાને તે સમયમાં મહા પ્રાભાવિક એવા શિલગુણસૂરિ નામે જેન આચાર્યે આશ્રય આપી ગુપ્ત રીતે રાખીને એમનું પાલન પોષણ કર્યું. જેથી નાનપણામાંથી વનરાજના મગજમાં જૈન ધર્મના સંસ્કાર પડ્યા. એની માતા પણ જેન ધર્માનુંરાગિણી થઈ.
વનરાજ અનુક્રમે વૈવન વયમાં આવ્યું એણે પરદેશીઓને રંજાડવા માંડ્યા. અને પછી પોતાના સાગ્રીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com