________________
( ૩૦૨ ) ધીરજથી સહન કરવા છતાં અને તેની ઉપર ગ્ય ચિકિત્સા કરવા છતાં પણ એ રોગ અસાધ્ય જણાય. ને પ્રતિદિન વૃદ્ધિ પામતા જ્યારે એણે ગંભિર રૂપ પકડયું ત્યારે તેને ચિતા થવા લાગી. સજનોનાં મન ગભરાવાં લાગ્યાં અને દુર્જનોઅન્ય દશનીએ એમની નિંદા કરવા લાગ્યા કે “ એ આચાર્યે પિતાની વિદ્વત્તાને ફાંકો રાખીને આગ પર ટીકાઓ લખીને ઉસૂત્ર પ્રરૂપણા કરી, જેથી શાસનદેવોએ એમને શિક્ષા કરી આવી ભયાનક સ્થીતિએ પહોંચાડ્યા છે. એતો એમને જ્ઞાનગર્વનું એ ફલ મલ્યું છે. ” સમાજ છે. સમાજમાં જેમ સજીનો પણ હોય, તેમ દુર્જને પણ હોય. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા મનુષ્યો હોવાથી જેને જેમ રૂચે તેમ બોલતાં તેમને કણ અટકાવે !
જનશ્રુતિએ અન્યદર્શની લોકમાં તેમજ દુર્જન ઈર્ષ્યાળુ લેકમાં આ પ્રમાણે શાસન માટે પિતાને નિમિત્તે બેલાતું સાંભળીને અભયદેવસૂરિ મનમાં દિલગીર થયા. શારીરિક દુઃખ તે હતું જ એમાં માનસિક દુઃખે આવીને વધારે કર્યો. દુ:ખમાં હમેશાં દુઃખજ આવે છે, ને સુખની પાછળ સુપજ વહ્યું આવે છે, એ જગતનો નિયમ છે. માણસને એક ભૂલની પાછળ એના બચાવ માટે ઘણીએ ભૂલ કરવી પડે છે. એક પાપની પછવાડે અનેક પાપ કરવાં પડે છે. એક જુઠાણું ગઠવવાને અનેક જુઠાણુ ઉભાં કરવાં પડે છે. તેવી રીતે જ્યારે માણસને આપત્તિના કાળમાં એક દુઃખ આવે છે ત્યારે એની પછવાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com