________________
( ૩૦૧ ) સગવડતામાં, સંસારની અનુકુળતામાં હર્ષ થતો નથી. એમની હષ્ટિ તે હમેશાં મધ્યસ્થ વૃત્તિવાળી જ હોય છે. સુખ દુઃખથી થતા આત્માના વિકારો હર્ષ, શોક એ તે અજ્ઞાનીઓને માટે જ હોય છે. દુઃખ આવતાં અજ્ઞાની અને શેક કરી અનેક ધમપછાડા કરે છે. ત્યારે જ્ઞાનવાન મનુષ્ય પ્રાપ્ત થયેલાં કમેને મધ્યસ્થભાવે ભેગવીને છૂટી જાય છે. કેમકે તે સમજે છે કે આ આત્માએ પૂર્વભવે ઉપજેલું મોટું પાપકર્મ કરજરૂપે ચુકવાય છે. એ કરજ ભરપાયે થતાં ફરી કાંઈ ચુકવવાનું રહેતું નથી. માટે એ કરજમાંથી મુક્ત થવાય તેમાં જ આત્મા નિવૃત્તિ મેળવી શકે છે. અભયદેવસૂરિ પણ પૂર્વભવને કોઈ વિપાક સમજી ધીરજથી એ કષ્ટને વ્યાધિ સહન કરવા લાગ્યા.
જગતમાં દરદ અને દુશ્મન એ બન્નેની આંખે અંધ થયેલી હોય છે. તેઓ સારા કે ખોટા પુરૂષને ઓળખી શકતા નથી. એક સરખી રીતે જ જેની કેડે પડે છે એને અંત લઈ લે છે. જે એમ ન હોત તો જે થોડાજ સમય ઉપર તીર્થકર તરીકે પ્રગટ થયેલા છે એવા મહાવીર પ્રભુને દુ:ખ ભયંકર રીતે પાછળ પડતજ નહી. રૂષભદેવ ભગવાનને વર્ષદિવસ પર્યત નિરાહારપણે વિહરવું પડતજ નહી. આજે અભયદેવસૂરીશ્વર
એવી જ રીતે કુષ્ટના રોગથી પીડાતા ને પોતાના પૂર્વકૃત કર્મની આલોચના કરતા એ દુષ્કતની નિંદા કરવા લાગ્યાં. દુખના સમયમાં પૈર્યતા એ માનવતાનો અપૂર્વ ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com