________________
( ૨૯૯) મારે અનંતો સંસાર રખડવું પડે. જેથી મારાથી એ કાર્ય બનવું મુશ્કેલ છે, તેમજ બીજી તરફ આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ પણું મને તે યોગ્ય લાગતું નથી. અભયદેવસૂરિએ પોતાની લઘુતા બતાવતાં દેવીને કહ્યું.
ભગવન! આપને એ કાર્યમાં એગ્ય જાણીને જ હું કહુ છું કે આપજ એ કાર્ય સંપૂર્ણપણે કરી શકશે.” દેવી એ કહ્યું.
* તમારી ધારણ કદાચ સત્ય હશે; છતાં આજે એવા તીર્થકર કે જ્ઞાનીઓનો વિરહ પડે છે. જેથી કયાંય સંદેહ પડે તે શું કરવું ?” સૂરિજીએ કહ્યું.
એ માટે આપે ચિંતા કરવી નહી. જ્યાં આપને સદેહ ઉત્પન્ન થાય એ સંદેહ આપ મને જણાવશે એટલે સીમંધરસ્વામીને પૂછીને હું તમને ખુલાસો આપીશ. જ્યાં સુધી આપનું ટીકાનું કાર્ય ચાલુ રહેશે ત્યાં લગી સ્મરણ માત્રમાં એક દૂતીની માફક હું તમારી આગળ હાજર થઈશ દેવીએ જણાવ્યું.”
બહુ સારૂં. તમારું વચન હું અંગીકાર કરું છું.” અભયદેવસૂરિ બોલ્યા એટલે શાસનની અધિષ્ઠાયિકા દેવી તેજ ક્ષણે અદ્રશ્ય થઈ ગઈ.
અનુક્રમે એ રાત્રી પણ વહી ગઈ. અને અભયદેવસૂરિએ શુભ દિવસ જઈને મંગલાચરણ પૂર્વક નવાંગીની ટીકાનું કાર્ય શરૂ કર્યું. એમના હૃદયમાં ઉત્સાહ હતો. શાસન માટે, તીર્થકરની વાણુ માટે પ્રેમ હતો. જ્ઞાન ઉપર એમને અતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com