________________
( ૨૯૮) ગુરૂ! આપને ગ્ય જાણુને જ હું કહું છું કે આપજ એની ગુંચવણ દૂર કરીને ઉકેલશે!” શાસનદેવીએ જણાવ્યું. એ ભેદભર્યું વાક્ય સાંભળીને એનું સ્પષ્ટકરણ કરવાને ગુરૂએ પૂછ્યું. “વારૂ, આમાં તત્વ શું છે તે કહેશો કે?”
“ભગવદ્ ! કાલના દોષે કરીને આજે અગીયાર અંગ વિદ્યમાન છે. તેમાં માત્ર બે અંગનીજ ટીકા શીલાંકાચાર્યે કરેલી વિદ્યમાન છે. ને બાકીની નવ અંગની ટીકાઓ નાશ પામી ગઈ છે. તે એ નવઅંગની ટીકાઓ આપ રચીને સંઘ ઉપર ઉપકાર કરે ! એટલે અનુગ્રહ કરેશાસનદેવીએ એ ભેદનું સ્પષ્ટીકરણ કર્યું.
શાસનદેવીનું કથન સાંભળીને એ મહાન વિદ્વાન સૂરીશ્વર પણ ક્ષોભ પામ્યા. આવું મહાભારત કાર્ય કરવાને પોતાની
ગ્યતા નથી, છતાં દેવી શા માટે પિતાને ફરમાવે છે? અરે પોતાના કરતાં સમર્થ વિદ્વાને પણ જ્યાં ક્ષોભ પામી જાય, વસ્તુતત્ત્વની છણામાં જીણું સુક્ષ્મ બાબતમાં કેવલી ભાષીતથી કદાચ અન્યથા કથાઈ જાય તે ઉસૂત્ર ભાષણને દેષ લાગે અને એ દષથી અનંતે સંસાર પોતાને સંસારમાં રજળવાનું થાય. અનંત જન્મ, જરા અને મરણાદિકનાં ભયંકર સંકટો સહન કરવા પડે એવા ભયથી સૂરિ કમકમ્યા. જેથી તેઓશ્રી બોલ્યા. “હે માતા ! આવું ગહન કાર્ય કરવાને હું અ૫ બુદ્ધિવાળો શી રીતે સમથ થાઉં ! મેટામોટા વિદ્વાનની દ્રષ્ટિ પણ જેમાં ખુંચે નહી ને જ્યાં વારંવાર ભગવંતના કથનથી અન્યથા કથનનો સંભવ રહેવાથી ઉત્સુત્ર પ્રરૂપણને દેષ લાગે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com