________________
( ૩૧૦ ) વ્યું કે “હું તમને સકલ સંઘને ખમાવું છું ! આયુષ્યને અંતે મોક્ષાર્થી પુરૂષે આરાધના પૂર્વક અનશન અંગીકાર કરવું જોઈએ. તે પ્રમાણે પ્રભાતમાં હું અણસણ કરીશ. આપ સવેને છેલા મારા ધર્મલાભ છે. જે વડીલ હોય એમને મારા વંદન છે.” સૂરિજીએ પોતાને નિશ્ચય જણાવ્યો.
આખરે એમને વિચાર દઢ જોઈને હશે આવતી કાલે પ્રભાતે જોયું જશે. એમ ધારીને સંઘ વેરાયે. એમની આંખમાં અત્યારે આંસુ હતાં. હૃદયમાં ગુરૂ ભક્તિની ત જાગૃત હતી.
પ્રકરણ ૪ થું. શ્રી સ્થંભનપાર્શ્વનાથ.”
મધ્યરાત્રીને સમય થવા આવ્યું છે. જગતમાં સર્વત્ર અત્યારે ઘેર શાંતિ છે. વ્યાધિગ્રસ્ત છતાં એક મહાન પુરૂષ સંથારા ઉપર સુતેલા સિદ્ધના ધ્યાનમાંજ-પરમપદમાંજ જેના ચિત્તની એકાગ્રતા રહેલી છે. ગમે તે સ્થીતિમાં જ્ઞાનીઓની મને દશા કંઈક તેવી જ હોય છે. એમને શિષ્ય પરિવાર પણ અત્યારે નિદ્રામાં હતું. આવી શાંતિ હતી છતાં કવચિત પહેરગીરેના શબ્દો કાને અથડાતા હતા.
ઘડીકમાં પરમાત્માના ધ્યાનમાં લીન થતા તો ક્ષણમાં નવકારનું સ્મરણ કરતા વળી આવતી કાલની પ્રાત:કાળે પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com