________________
(૩૧૪) એટલે નાગરાજે નાગનું સ્વરૂપ કરીને આખા શરીર ઉપરથી ટપતું એ રક્તપીત પિતાની જીહ્નાએ કરીને ચાટી લીધું. ગુરૂનું શરીર સાફ કર્યા પછી પાછું હતું તેવું તેજસ્વી શરીર ધારણ કરીને નાગરાજ છે. ભગવાન ? મારી એક વાત સાંભળો?”
“અને તે વાત !” આચાર્યજી બોલ્યા.
આવતી કાલના પ્રાત:કાળે આપ સંઘ સહીત ખંભાત તરફ વિહાર કરજે. ત્યાં સેઢીનદીના કિનારે ખાખરાના એક વૃક્ષની નીચે પૂર્વે નાગાર્જુન નામના મેગીએ રસસિદ્ધિ કરીને પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ભંડારી છે. જે આપના પ્રભાવથી પ્રગટ થઈ જશે, એના દર્શન માત્રથી આપનો આ શેષ સર્વ રોગ-પીડા નિવારણ થઈ જશે, એ પ્રભાવિક પ્રતિમા સ્થંભન પાર્શ્વનાથને નામે પૂર્વ કાલથી એને મહિગા અદ્ભુત ગવાય છે. ” એમ કહીને નાગરાજે વ્યંજન પાશ્વનાથને લગતે પૂર્વને ટુંક ઇતિહાસ કહી સંભળાવ્યા ને કહ્યું કે એથી જેન શાસનની મોટી પ્રભાવના થશે. દુર્જને પણ તમારી પ્રશંસા કરશે. ભગવદ્ ? હવે હું રજા લઉં છું. ? એમ કહીને નાગરાજ તરતજ અદશ્ય થઈ ગયા. ને અભયદેવ સૂરિએ મધ્ય રાત્રીએ આ અણધાર્યો બનાવ બનેલો જોઈ ભવિતવ્યતાને વિચાર કરતાં શેષ રાત્રી નિદ્રામાં પુર્ણ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com