________________
( ૨૯૭) શરૂ થાય છે. આ સમયે જૈન સિદ્ધાંતની ટીકાની સ્થીતિ અસ્ત વ્યસ્ત હતી. દુષ્કાળ આદિક કારણેએ કરીને આગની ટીકાએને વિચછેદ થયો હતે. મૂળ સૂત્રો હતાં છતાં ટીકાઓના અભાવે વિદ્વાને પણ અભ્યાસ કરવાને મુંઝાતા હતા. માટે ટીકાઓની અતિ આવશ્યકતા હતી. જે ટીકાઓ રચવા માટે કોઈ એવા સમર્થ પુરૂષની જૈન દર્શનને આજે જરૂર હતી કે જે નિષ્પક્ષપાતી, નિસ્પૃહી ને તીર્થકરના માર્ગને જ અનુસરનાર હાય મહાન બુદ્ધિવંત, પ્રાણ ને સમગ્ર શાસ્ત્રોનો તત્ત્વવેત્તા હોય!
વિક્રમને અગીયારમે સેકે એવી રીતે પૂરે થયે એવા સમયમાં આ મહાપુરૂષ એક દિવસની રાતના મધ્ય રાત્રીએ ધ્યાન ધરતા બેઠા છે. આ મહામાપુરૂષ આવી મધ્ય રાત્રીએ પણ પરમાત્માના ધ્યાનમાં લીન છે. અચાનક એ સમયે શાસનની અધિષ્ઠાયિકા દેવી એમની આગળ પ્રગટ થઇ. અને બેલી. “ પ્રભો ! જાગે છે કે ? ”
હા ! જાણું છું.” સૂરિજી ધ્યાનમાંથી જાગૃત થતા બાલ્યા. ને પોતાની સામે દેવીને પ્રત્યક્ષ ઉભેલી જોઈને કંઇક નવાઈ પામ્યા. દેવી કેમ આવી હશે. એના મનમાં શું હશે! વિગેરે અનેક પ્રકારના તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા.”
ભગવાન ! આ નવ કેકડાં ઉકેલે !” એમ બોલતી દેવીએ અભયદેવસૂરિને સુતરનાં નવ કકડાં આપવા માંડ્યાં. તે કેકડાં સૂરીશ્વર લઈને તેને તપાસતાં બોલ્યા. “દેવી ! આ મહા ક્લિષ્ટ કામ છે. મારાથી એ શી રીતે બની શકે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com