________________
( ૫) જેઓ પરમાત્માના ધ્યાનમાં લીન છે, સંસારની સકલ ઉપાધિ છેડીને આત્મચિંતામાં જેઓ લાગેલા છે, સંસારની વસ્તુસ્થિતિ ઓળખી, સદસક્રનો ભેદ સમજી પોતાની વસ્તુ જે મહાન પુરૂષે ઓળખી ગયા છે. રાતદિવસ એનાજ ધ્યાનમાં જે મસ્ત રહ્યા છે, જેમને સંસારની કોઈ પણ આશા નથી, શુદ્ર ઈચ્છાઓના બંધને જે બંધાયા નથી એવા સંસારમાં રહ્યા થકી પણ મુક્તિનેજ જેનારા, ત્યાં જવાનીજ ઉત્કંઠાવાળા પ્રાણીઓ આ સંસારમાં ભલે ને ગમે તે જગાએ હોય છતાં એ જાગતાજ હોય છે.
એવા જાગતા પુરૂષોમાંના એક મહાન પુરૂષ કેઈ વિશાળ નગરના ઉપાશ્રયમાં ધ્યાન કરતા બેઠા હતા. જે જમાનાની આપણે વાત કરીએ છીએ તે જમાનામાં આ પુરૂષ વિદ્વત્તામાં, ત્યાગવૃત્તિમાં, ચારિત્રબળમાં, વૈરાગ્યમાં અદ્વિતીય હતા. એવા અસાધારણ મહાત્માઓને વંદન કરવાને, કંઈક પૂછવાને દેવતાઓને પણ સ્વગથી આવવું પડે છે. એમના સર્વોત્તમ ગુણેને આધિન રહેવું પડે છે. તે છતાં એ પ્રભુના
સ્વરૂપને ઓળખનારા મહાન પુરૂમાં નથી અભિમાન પ્રગટ થતું!નથી તે તેમના આચાર વિચારમાં શિથિલપણું થતું! એવા ઉચ્ચ સ્થીતિવાળા પ્રાય: અલપકષાયવંત આત્માઓ હેાય છે.
એ મહાપુરૂષ તે શ્રી મહાવીર સ્વામીની પાંત્રીસમી પાટે થયેલા ઉદ્યોતન સૂરિના શિષ્ય વર્ધમાન સૂરિ. તેમના શિષ્ય જીનેશ્વર સૂરિ ને બુદ્ધિસાગર સૂરિ હતા. તેમાં જીનેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com