________________
ખંડપ મો.
– @ – - પ્રકરણ ૧ લું. શાસનની ભક્તિને માટે અભયદેવ સૂરિ–
સમય મધ્ય રાત્રીનો હતો. જગતમાં અત્યારે સર્વત્ર શાંતિ હતી. રાત્રીને ઘેર અંધકાર પૃથ્વી ઉપર ગાઢપણે વિસ્તરાયેલો હતો. એવા અંધકારમાં પણ જ્યારે જગત નિદ્રાને ખાળે ઘેરતું હતું, ત્યારે એગીએ તે સમયે પણ જાગતા હતા. મેગીઓએ પ્રભુના વફાદાર ભક્તો ગમે ત્યારે અને ગમે તે સમયે જાગૃતજ હોય છે. સંસારી માનવ બાહ્ય પ્રવૃત્તિઓમાં પ્રીતિવાળા હોય છે. તેમનું જેટલું ધ્યાન દ્રવ્યપ્રાપ્તિમાં, સ્ત્રી પુત્રાદિકમાં, ને વ્યવહાર માર્ગમાં લાગેલું હોય છે તેટલું પરમાત્મામાં ન હોવાથી એઓ (બહિરાત્મા ) દિવસે પણ જાગતાં છતાં જ્ઞાનીઓને મન ઉઘેલાજ હોય છે. જ્ઞાનીઓ તે જ્ઞાનથી જોઈ રહ્યા છે કે એમને માનવભવ સંસારની બાહા પ્રવૃત્તિમાંજ ધર્મ કર્મ વગર વ્યર્થ જવાને છે જેથી તેઓ જાગે કે ઉઘે એ જ્ઞાનીઓને મન સરખું જ છે. ઉલટા જાગતા છતાં કેટલાક તે ક્રૂર અધ્યવસાયથી અનેક કુકર્મો કરીને અધોગામી થાય છે. એવા બીજાને દુઃખ કરનારા જીવ જાગતા હોય તેથી શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ઉંધે
કે એમને
ધમ