________________
(૩૦૭) સોની એ સેબત કરતા ને એમના ગુણ ગ્રહણ કરતા હતા. વિદ્વાનોનો પરિચય કરીને વિદ્વત્તાની આપ-લે કરતા હતા. જેથી ભિન્ન ભિન્ન ગ૭ના સાધુ સંપ્રદાયે પણ તેમના તરફ આકર્ષાયા હતા. અને વિદ્વાનો પણ એમને એગ્ય માન આપતા હતા.
આવા કષ્ટના સમયમાં જે કે નિંદા કરનારા દ્વેષી લોકોએ એમને માથે અપવાદ મૂક્યું હતું, છતાં શાસનના સ્થંભ સમા બીજા નાયકોએ–પંડિતોએ એમની સમયને યેગ્ય સેવા વખાણી હતી. અને તેથી તેઓ હમેશાં એમની તબીયતના સમાચાર મંગાવતા. એમની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના-શાસનદેવને વિનંતિ કરતા હતા. કોઈ મોટા મોટા વિદ્વાન મુનિરાજે એમને શાંતિ પૂછવાને પણ આવતા ને એમને ઝટ આરામ થાય એમ અંતરથી ઈચ્છતા .
સન્નાણ ગામના વિશાળ ઉપાશ્રયમાં ચતુર્વિધ સંઘની ઠઠ જામી હતી; છતાં સર્વત્ર શાંતિ હતી. રેજના હજારે માણસ એમના દર્શને આવી સુખશાતા પૂછીને એમને દુ:ખે દુઃખી થતાં હતાં.
ઉપાશ્રયની મધ્યમાં એક આસન ઉપર સૂરીશ્વર વ્યાધિથી પીડાતા આડે પડખે પડ્યા હતા. એમના આગળ સુખશાતા પૂછવા આવેલા મોટા મોટાવિદ્વાન સાધુઓ–આચાર્ય ઉપાધ્યાય વગેરે પદવીધરે બેઠા હતા. બીજી બાજુએ એમને વિનય સાચવતા દેશ પરદેશથી આવેલા ધનિકો બેઠેલા હતા. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com