________________
( ૩૦૦ )
શય શક્તિ હતી. શાસન દેવતાની એમને પૂર્ણ મદદ હતી. સર્વે સામગ્રી એમણે એકઠી કરીને એકચિત્તે પાતાના કાર્યની એમણે શરૂઆત કરી. પાતાનુ કાર્ય નિવિઘ્ને પરિપૂર્ણ થાય એ માટે એમણે આયખીલના તપને આરંભ કર્યો.
==
પ્રકરણ ૨ જું
‘ કુષ્ટિના રાગ.
પૂર્વના મનાવ પછી કેટલેાક સમય વચમાં પસાર થઈ ગયા. કાલ કાંઇ કાઇની રાહ જોતાજ નથી, એતા નવાનુ જુનુ ને જુનું તે પુરાણું કરતા ચાલ્યા જાય છે. મહાન્ પુરૂષ અભયદેવસૂરિનું નવાંગવૃત્તિનું કાર્ય આજે પરિપૂર્ણ થયું છે. તેમાં પેાતાની કમુલાત પ્રમાણે શાસનદેવીએ પણ પ્રસંગવશાત્ મદદ કરી છે, જોકે નિર્વિઘ્ને કાર્ય તા કુત્તેમ થયું; પરન્તુ હમેશ આયંબિલ તપથી તેમજ રાત્રિના જાગરણથી ને રાત દિવસની સખ્ત મહેનતથી સૂરિજીના શરીરમાં રૂધિરના બગાડ થવાથી એમના શરીર ઉપર કુષ્ટ રાગે હુમલા કર્યાં. જેથી એમનું શરીર કાઢના રાગથી વ્યાપ્ત થયું. છતાં પણ એ મહાપુરૂષ પોતાના પુણ્ય કર્ત્તવ્યની અનુમાદના કરતા છતા અને
આ કોઇ પૂર્વના પાપ કર્મ નાજ ઉદય છે એમ સમજતા ધૈર્ય - તાથી દુ:ખને સહન કરતા હતા. ગુણે કરીને ગંભિર એવા ઉત્તમ જ્ઞાનવત મહાપુરૂષોને દુ:ખ આવે તો શાક થતાનથી. સુખમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com