________________
(૨૬) સૂરિના શિષ્ય શ્રી અભયદેવ સૂરિ હતા. સેળ વર્ષની વયમાં એમને શ્રી વદ્ધમાનસૂરિની આજ્ઞાથી શ્રી જીનેશ્વર સૂરિએ આચાર્ય પદવી આપી એવા એ જ્ઞાની, ગુણી ને ચારિત્રવાન હતા. તે જમાનાના ષશાસ્ત્રના એ જ્ઞાતા હતા. તેમજ જૈન દર્શનમાં જેટલાં અંગઉપાંગ હતાં એ તેમની તીવ્ર બુદ્ધિને વશ હતાં. તેથી એમનું જ્ઞાન ઘણું આગળ વધેલું હતું; છતાં જ્ઞાનીમાં જે અંધકારનું દૂષણ રહેલું તે થકી આ મહાન પુરૂષ રહીત હતા. એમને વૈરાગ્ય, એમની ગુરૂભક્તિ, અને પ્રભુભક્તિ સર્વે એમનાં અસાધારણ હતાં. કંઈક પૂર્વની શુભ પ્રકૃતિ અને આ ભવમાં એમાં મળેલી ગુરૂભક્તિ, દુધમાં સાકર મલવાની પેઠે આ મહાન પુરૂષને અધિક લાભદાયક થયાં હતાં. જેથીજ એમની ધારણ શક્તિ ઘણી જ અપૂર્વ ગણુતી હતી. વ્યાકરણમાં, ન્યાયમાં, સાહિત્યમાં, કાવ્યમાં, તર્કશાસ્ત્રમાં, છંદમાં આદિ અનેક શાસ્ત્રોમાં એમની બુદ્ધિ અસાધારણ કામ કરતી. ગમે ત્યારે ને ગમે તે વિષય ઉપર સામા મનુષ્યના ચિત્તને તે તે વિષય પરત્વે ક્ષેામ કરનારાં કાવ્ય લખી શકતા હતા. તાત્કાલિક બુદ્ધિથી ગમે ત્યારે નવીન શાસ્ત્રો બનાવી શકતા હતા.
પૂર્વની નાગાર્જુનની ઘટના બન્યાને આજે કઈ જમાનાસકાઓ વહી ગયા છે. વિક્રમ સંવતનાં ૧૦૦૦ વર્ષ વીતી ગયાં ત્યારે એ સૈકાના અંતમાં અભયદેવ સૂરિ થયા. વિક્રમ સંવત ૧૦૮૮ માં સોળ વર્ષની ઉમ્મરે એ આચાર્ય થયા.
ને એ સેંકે પણ પૂર્ણ થયે. એ જમાનામાં આપણે આ વાર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com