________________
( ર૯) સુવર્ણ નિકળ્યું, બીજામાંથી કાળી માટી મળી, ને ત્રીજામાંથી ઉંબી નીકળી; તેમજ ચોથા કલશમાંથી હાડકાં નીકળ્યાં. તે જેઈને મોટાની સાથે બધા વઢવા લાગ્યા અને એના સુવર્ણ માંથી ભાગ માગવા લાગ્યા, પરન્તુ એણે ભાગ આપવાની સાફ ના પાડી જેથી કજીઓ થયે. અનુક્રમે તેઓ અવંતિનાથ પાસે આવ્યા પણ એમનું સમાધાન ન થયું. જેથી ચારે જણ ઇન્સાફ કરાવવાને પરદેશ ગયા.
પરદેશમાં ફરતાં ફરતાં અનુકમે મહારાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં એ ચારે બ્રાહ્મણે કુંભારને ઘેર આવીને ઉતર્યા. કે જ્યાં સાતવાહન હાથી, ઘોડા ને પદાતિની રમત કરતે રોજની નવી નવી કીડા કરતે હતો. ઇગિતાકારમાં કુશલ સાતવાહન એમને જોઈને બોલ્યો “ભૂદેવો ? નક્કી તમારા હૃદયમાં કંઈક શલ્ય ભરાયું હોય એમ લાગે છે.”
હે સુભગ ! અમારા મનમાં ચિંતાનો સંતાપ છે એ તેં કેમ જાર્યુ?” એ ચારેમાંથી એક જણે કહ્યું.
ઇગિતાકાર ઉપરથી.” તે બોલ્ય.
“બરાબર છે. તે બુદ્ધિમાન ! અમે ચિંતામાંજ ડુબેલા છીએ, એથી જ અમે રખડતા રખડતા અહીયાં આવ્યા છીએ.” બ્રાહ્મણે કહ્યું.
“ઠીક, ત્યારે કહે જોઉં તમારી એ શી ચિંતા છે વારૂ?” સાતવાહને પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com