________________
પ્રકરણ ૧૦ મું. શાલિવાહન–
ગર્ભનું પોષણ કરતાં સુરૂપાને કુંભારને ઘેર કેટલાક દિવસે વહી ગયા, ને પૂર્ણ માસે નાગદેવના પ્રભાવથી એણે મહા તેજસ્વી બાળકને જન્મ આપે. અનુકમે તે બાળક બાલ્યાવસ્થામાં બાળકને ગ્ય કીડા કરતાં વૃદ્ધિ પામવા લાગે. કુંભારને ઘેર ઉછરતે હોવાથી લોકો એને કુંભારનો પુત્ર માનવા લાગ્યા, શાલિવાહન એવું એ બાળકનું નામ પાડયું. બાળપણમાં એ બાળક માટીનાં હાથી, ઘોડા વગેરે તરેહતરેહ જાતિનાં રમકડાં બનાવીને છોકરાંને તે કૃત્રિમ હાથી ઘોડાનાં દાન આપતો. જેથી લોકોમાં સન્ ધાતુને અર્થે દાન કરવું એ હોવાથી તેમ જ વાહનનું દાન કરતે હેવાથી શરૂઆતમાં તે સાતવાહન નામે પ્રસિદ્ધ થયે. બાલક ગ્ય ક્રીડા કરતા સાતવાહન સુખમાં પિતાને કાલ નિર્ગમન કરતા હતા.
તે જમાનામાં પૃથ્વી ઉપર પરાક્રમી અને પરદુઃખભંજન એ વિક્રમ રાજા અવંતી દેશની ઉજયિની નગરીમાં રાજ્ય કરતે હતે. દીર્ધકાળ પર્યત વિશાળ પૃથ્વીનું રાજ્ય ભોગવીને અવંતિપતિ હવે એક વૃદ્ધ થઈ ગયો હતો. જેથી રાજા વિક્રમ વિચારવા લાગ્યું કે “હવે મારી પછી આ વિશાળ પૃથ્વીને ભેગવનાર કોણ પરાક્રમી થશે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com