________________
( ૨૦ ) કેટીવેધી રસ સિદ્ધ થયા પછી નાગાર્જુને ભગવાનની પ્રતિમા ખાખરાના વનમાં એક ઝાડ નીચે બેંયરામાં ભંડારી દીધી હતી.
નાગાજુનને ગુરૂ દક્ષિણામાં સ્વર્ગવાસ આપીને બને રાજપુત્રે ડંક પર્વતની ગુફામાં ગયા. ત્યાંથી નાગાર્જુને મુકેલા બે રસ કુંપાઓ શોધી કાઢયા. તે લઈને તેઓ સ્વદેશ તરફ ચાલતા થયા.
ગુરૂનો ઘાત કરીને તે બન્ને રાજકુમારે ખુશી થતા ચાલ્યા, પણ એમના નશીબમાં પણ એ સિદ્ધરસ ભેગવવાને સરજાયું નહોતું. કોટીવેધરસને ભેગવવાને આ બને પાત્ર નથી એમ સમજીને એના અધિષ્ઠાયક દેવતાઓ અને રાજપુત્રોને મૃત્યુ યોગ્ય ઘાયલ કરીને રસના કુંપાએ પડાવી લીધા.
મહા મુશ્કેલીએ આ કટીવેપીરસ નાગાર્જુને ઉત્પન્ન ર્યો એનું પરિણામ આખરે વિપરીત જ આવ્યું. એ નાગા
ન શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું તેમ કંઈ ફાયદો નહી કાઢતાં મૃત્યુ પામી ગયે. વિશાળ સમૃદ્ધિવાળું રાજ્ય છતાં એ બન્ને રાજપુત્ર સિદ્ધરસના લેભમાંજ ગુરૂદ્રોહી થઈ મતના મેમાન થયા. મૃત્યુ સમયે એમને બહુ પશ્ચાત્તાપ થયે કે “ધિક્કાર છે આપણને! કે આવા કળાવિશારદ ગુરૂને દ્રોહ કર્યો–વિશ્વાસઘાત કર્યો. અરે! જે માણસે છ માસ પર્યત અતિ મહેનત લઈને રસ સિદ્ધ કર્યો. દુનીયાના ઉપકારને માટે જેણે આવું અપૂર્વ સાહસ કર્યું, એવા ઉત્તમ ગુરૂને દ્રોહ કર્યો એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com